IIM અમદાવાદા દ્વારા MBA PGPXના 2024ની નવી બેચનું કરાયું વેલકમ, 148 વિદ્યાર્થીઓ છે સામેલ
IIM અમદાવાદા દ્વારા MBA PGPXના 2024ની નવી બેચના વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. આઈઆઈએમમાં એક તરફ વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ પૂર્ણ થઈ ચૂક્યા છે. ત્યારે નવા વિદ્યાર્થીઓના પ્રવેશ પણ થયા છે. ત્યારે નવી બેચને આવકારવામાં આવી હતી. આઈઆઈએમ અમદાવાદ એ દેશની ટોચની સંસ્થાઓમાંની એક છે. અહીં ચેતન ભગતથી લઈને અનેક પૂર્વ વિદ્યાર્થીઓ અહીંના સ્ટુડન્ટસ રહી ચૂક્યા છે ત્યારે પોતાની કારકિર્દીને વધુ વેગવંતી બનાવવા માટે આઈઆઈએમમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ રહ્યા છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) દ્વારા તાજેતરમાં જ તેના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ ફોર એક્ઝિક્યુટિવ્સ (MBA PGPX) ના 2024 ના વર્ગમાં 148 વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા.
તેના 18મા વર્ષમાં, વન યર ફુલ ટાઈમ MBA – PGPX પ્રોગ્રામ અનુભવી પ્રોફેશનલ્સને વર્લ્ડ ક્લાસ મેનેજમેન્ટ એજ્યુકેશન પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે જે તેમને તેમની કારકિર્દીને ઝડપી ટ્રેક કરવા સક્ષમ બનાવે છે. આઈઆઈએમમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ ઉત્સાહીત જોવા મળી રહ્યા છે.