ધોરણ 12નું સાયન્સનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે વિજ્ઞાન પ્રવાહનું 66 ટકા પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન પોતાનું પરીણામ મેળવી રહ્યા છે. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ સારો એવો ગ્રેડ હાંસલ કરતા તેમની ખુશી પણ વ્યક્ત થઈ હતી.
રે A ગ્રુપના ઉમેદવારોનું 72.27 ટકા પરિણામ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજરાતનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 67.18 ટકા જાહેર થયું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 65.32 ટકા જાહેર થયું છે. જ્યારે A ગ્રુપના ઉમેદવારોનું 72.27 ટકા પરિણામ આવ્યું છે.
બી ગ્રુપના ઉમેદવારોનું પરિણામ 61.71 ટકા
બી ગ્રુપના ઉમેદવારોનું પરિણામ 61.71 ટકા આવ્યું છે. આ ઉપરાંત એબી ગ્રુપના ઉમેદવારોનું 58.62 ટકા પરિણામ જાહેર થયું છે. આમ ઓવરઓલ પરીણામ 66 ટકા આવ્યું છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે પરિણામ ઓછું છે.
સૌથી વધુ પરીણામ મોરબી જિલ્લાનું, કેન્દ્રમાં હળવદ રહ્યું અવ્વલ
આ વર્ષે મોરબી 83.22% સાથે પ્રથમ ક્રમે આવ્યું છે જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ 22% સાથે છેલ્લું આવ્યું છે. 90. 41 ટકા સાથે હળવદ સૌથી વધુ પ્રદર્શન કરતું કેન્દ્ર બન્યું છે. આ ઉપરાંત રાજકોટનું 82% પરિણામ આવ્યું છે.