એશ્વર્યા રાયને મારપીટ કરવાના સલા પર સલમાન ખાને આપ્યો હતો ચોંકાવનારો જવાબ….
બોલિવૂડમાં દરરોજ કોઈને કોઈ લવ સ્ટોરી સાંભળવા અને વાંચવા મળે છે. પરંતુ આજે પણ એક એવી લવ સ્ટોરી છે, જેની ચર્ચા દરેક વ્યક્તિ દબાયેલી જીભથી કરે છે. આ છે સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની લવ સ્ટોરી. આ બંને સ્ટાર્સ ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ના શૂટિંગ દરમિયાન નજીક આવ્યા હતા. પરંતુ થોડા સમય પછી બંને વચ્ચે એટલું અંતર આવી ગયું કે આ લવસ્ટોરીનો ‘અંત’ ખૂબ જ દુઃખદ હતો.
ઐશ્વર્યાએ સલમાન ખાન પર મારપીટનો આરોપ પણ લગાવ્યો હતો
ઐશ્વર્યાએ તે સમયે સલમાન ખાન પર મારપીટનો આરોપ પણ લગાવ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે આ આરોપો પર સલમાન ખાને શું જવાબ આપ્યો હતો. સલમાન ખાને આપ્યો એવો જવાબ જે વાંચીને તમે ચોંકી જશો.
ઐશ્વર્યાએ ઈન્ટરવ્યુમાં આરોપો લગાવ્યા હતા
ઐશ્વર્યા રાયે ઈન્ટરવ્યુમાં તે સમયે સલમાન ખાન અને તેમના સંબંધો વિશે ઘણી વાતો કહી હતી. વર્ષ 2002માં બોમ્બે ટાઈમ્સ સાથે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું હતું- ‘હું તેના નશામાં થયેલા દુર્વ્યવહારને સહન કરતી રહી. પરંતુ બદલામાં મને શારીરિક, માનસિક અને ભાવનાત્મક દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો. બેવફાઈ અને અપમાનનો ભોગ બનવું પડ્યું. તેથી જ કોઈપણ સ્વાભિમાની સ્ત્રીની જેમ, અમારા સંબંધોનો અંત આવ્યો.
સલમાને આરોપોનો આ જવાબ આપ્યો
સલમાન ખાને ઘણા વર્ષો પહેલા ઈન્ટરવ્યુ દરમિયાન તેનું નામ લીધા વગર આ આરોપોનો જવાબ આપ્યો હતો. સલમાને કહ્યું- ‘મહિલાએ કહ્યું છે તો મારે કહેવાનું શું છે. જો હું કોઈને મારીશ, તો દેખીતી રીતે હું તેની સાથે ઝઘડો કરીશ. હું ગુસ્સે થવાનો છું. તે સમયની વાત કરૂ તો મને નથી લાગતુ કે જો તે સમયે હું મારતો હોત તો તે બચી જાય..