સમાનતા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા “મધર્સ ડે” અને “ફેમિલી ડે” આ બન્ને દિવસોની સંયુક્ત ઉજવણીનો કાર્યક્રમ અને માતા-પિતા (વડીલો)ના બહુમાન-સન્માન અર્થે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય – માતા-પિતા (વડીલો)ની પારિવારિક-સામાજિક સમર્પણ ભાવનાને બિરદાવવાનો અને આપણી ‘વસુધૈવ કુટુંમ્બકમ’ની ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવવાનો હતો. ઉપરાંત, વડીલોને ‘સમાનતા ફાઉન્ડેશન’ સંસ્થાની માનવ અધિકારની રક્ષા કરવાની ઉમદા કામગીરી સમજાવવામાં આવી અને વડીલોનું મનોબળ અને જુસ્સો વધારી, કૌટુંબિક એકતાને પ્રોત્સાહન આપવામાં આવ્યું.
વધુમાં આ પ્રસંગે હાજર રહેલ વડીલોને બહુમાન અર્થે “તુલસી કયારાનો છોડ અને ભગવાનની માળા – મોતી ની માળા” ભેટ તરીકે આપવામાં આવી હતી અને આ ઉજવણી કાર્યક્રમ બાદ સર્વે સભ્યો માટે અલ્પાહાર (ચા-નાનાસ્તા)નું પણ આયોજન કરવામા આવ્યું હતું, મોટી સંખ્યામાં માતા-પિતા (વડીલો) હાજર રહીને સંસ્થાના સભ્યોને તેમના આશીર્વાદ આપ્યા હતા. આવા ઉમદા માનવતાવાદી કાર્યક્રમમાં સમાનતા ફાઉન્ડેશન સંસ્થાના ઘણાં સ્વયંસેવકો અને વડીલોએ ભાગ લીધો હતો.