શહેરમાં ચોરીના ગુન્હા વધતા જતા પો.સ.ઇ. શ્રી એસ.જે.દેસાઇ તથા અન્ય સ્ક્વોડગના માણસો સાથે વાહન ચોરી તથા અન્ય મીલ્કત બાબતે ગુન્હાઓ શોધી કાઢવા માટે અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં પેટ્રોલીંગ કરવામાં આવી રહી હતી જે દરમિયાન.
સ્ક્વોડગના હેડ.કો. સંજયકુમાર ઘાસીરામ તથા હેડ.કો.કિરણસિંહ રવસિંહ ઓને મળેલ બાતમી અનુસાર સાબરમતી રેલ્વે કોલોની ફુટબોલ ગ્રાઉન્ડ સમુદાય ભવન પાસે જાહેર રોડ પાસેથી આરોપી અતિન ઉર્ફે અતુલ અરવિંદભાઇ ઝાલા દ્વારા ચોરી કરેલ એક્ટીવા નં.GJ-01-NG-0621 કિંમત.રૂ.૧૫,૦૦૦/- ની
મત્તાના સાથેતા.૧૫/૦૬/૨૧ ના રોજ મળી આવતા સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(ડી)
મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા પુછપરછ કરતા આરોપીએ ઉપરોક્ત એક્ટીવા સિવાય અન્ય એક એક્ટીવા તથા મહિન્દ્રા સ્પોટ કારની પણ સાબરમતી વિસ્તાર માંથી થોડા દિવસ પહેલા ચોરી કરેલ અને તે એક્ટીવા તથા મહિન્દ્રા કાર હાલ મોટેરા સ્ટેડીયમની સામેઆવેલ ખુલ્લા
મેદાનમાં પાર્કિંગ કરી મુકી રાખેલ હોવાનુ જાણવા મળ્યું હતું.
આરોપીના માહિતી અનુસાર એક્ટિવા અને કાર કબજ્જે કરી મુદ્દામાલ જમા કરી વધુ તપાસ હાથ ધરી છે.