March 25, 2025
ગુજરાત

અમદાવાદ શહેરમાં હથિયારબંધી અંગે શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું

અમદાવાદ શહેરના અમુક પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કેટલાક આરોપીઓ દ્વારા તલવાર, છરી, ચપ્પુ, ગુપ્તી, લોખંડની પાઈપ જેવા હથિયારો વડે હુમલાઓ કરી ખૂન, ખૂનની કોશિષ તેમજ મહાવ્યથાના ગંભીર પ્રકારના ગુનાઓને અંજામ આપતા હોય છે.

આમ, અમદાવાદ શહેર વિસ્તારમાં બનતા ગુનાઓમાં ગેરકાયદેસર હથિયારો દ્વારા અમુક કિસ્સાઓમાં શરીર સબંધી ગંભીર પ્રકારના ગુનાઓ બનતા હોવાનું ધ્યાને આવતું હોય છે. શહેરમાં જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાય રહે તેમજ આરોપીઓ ગંભીર ગુનાને અંજામ આપતાં અટકે અને ભયમુકત વાતાવરણ બની રહે, બિભત્સ ભાષા અને વ્યવહાર તેમજ ઉશ્કેરણીજનક ભાષણોથી સુરૂચિ ભંગ થવાના તેમજ ગુનાહિત કૃત્યો થવાની સંભાવનાને નિવારવા હથિયારો તથા આવા કૃત્યો ઉપર પ્રતિબંધ જાહેરનામું બહાર પાડી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મુકવામાં આવ્યો છે.
આ પ્રકારના પ્રતિબંધો મુકાયા
(ક) શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટી, બંદુક, ખંજર તથા સામાન્ય રીતે રામપુરી બનાવટવાળા કોઇપણ જાતના ચપ્પુ જે અઢી ઇંચથી વધારે લાંબુ, છેડેથી અણીવાળું પાનુ હોય તેવાં ચપ્પા સાથે રાખી ફરવાની તેમજ લાકડી અથવા લાઠી અથવા શારીરિક ઇજા પહોંચાડવામાં ઉપયોગી થઇ શકે તેવી બીજી કોઇ ચીજો લઇ જવાની.
(ખ) કોઇપણ ક્ષયધર્મી ( શરીરને હાનિકારક ) અથવા સ્ફોટક પદાર્થ લઇ જવાની.
(ગ) પથ્થર અથવા બીજા શસ્ત્રો અથવા ફેંકવાના અથવા નાંખવાના યંત્રો અથવા સાધનો લઇ જવાની એકઠા કરવાની તથા તૈયાર કરવાની
(ઘ) સળગતી અગર સળગાવેલી મશાલ સરઘસ સાથે રાખવાની.
(ચ) વ્યક્તિ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની.
(છ) જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલો કરવા તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબર અથવા પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા ફેલાવો કરવાથી, સુરૂચિ અથવા પ્રતિષ્ઠા નો ભંગ થતો હોય અથવા તેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેના પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની તથા ચાળા વગેરે કરવાની અને તેવા ચિન્હો, નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની,દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર ઇસમ ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related posts

ધૂળેટીની ઉજવણી વિશે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

Ahmedabad Samay

ગુજરાતી વિષય માં ગુજરાતી માધ્ય ના વિદ્યાર્થીઓ નું પરિણામ નબળુ

Ahmedabad Samay

અમદાવાદમાં ટ્રાફિકની અવ્યવસ્થા: વસ્ત્રાપુર રેલ અંડરપાસ પર બેરિકેડથી થાય છે ટ્રાફિકની અવરજવરમાં સમસ્યાઓ

Ahmedabad Samay

ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું થયું નિધન

Ahmedabad Samay

ગુજરાત: 2.5L સિમ રિટેલર્સની ચકાસણી કરવામાં આવશે, સિમના ગેરકાયદેસર વેચાણને રોકવા માટે લેવામાં આવ્યો નિર્ણય

Ahmedabad Samay

અમદાવાદમાં પરત ફરતી વખતે ૭૨ નો RT-PCR ટેસ્ટ જરૂરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો