October 6, 2024
રમતગમત

IPL 2023: ચેપોકમાં પ્રથમ ક્વોલિફાયર મેચ, જાણો આ મેદાન પર કેવો છે ધોનીનો પ્લે ઓફ મેચમાં રેકોર્ડ

આઈપીએલની 16મી સીઝનમાં આજથી પ્લેઓફ મેચો શરૂ થશે. 23 મેના રોજ, પ્રથમ ક્વોલિફાયર મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. જો આ મેદાન પર CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો બેટિંગ રેકોર્ડ જોવામાં આવે તો તે ઘણો પ્રભાવશાળી છે. જોકે, પ્લેઓફ મેચોમાં ધોનીનો રેકોર્ડ વધુ સારો દેખાતો નથી.

મહેન્દ્ર સિંહ ધોનીએ તેની IPL કરિયરમાં અત્યાર સુધી કુલ 24 પ્લેઓફ મેચ રમી છે. આમાં તે માત્ર 472 રન જ બનાવી શક્યો છે. ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ધોનીએ અત્યાર સુધી 61 મેચમાં 1444 રન બનાવ્યા છે. આ ધોનીનો આઈપીએલ કરિયરમાં કોઈપણ ગ્રાઉન્ડ પર સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે.

પ્લેઓફ મેચોની વાત કરીએ તો ધોનીને ચેપોકમાં 2 મેચ રમવાની તક મળી. આ 2 મેચમાં ધોનીનો સ્કોર 22 અને 14 રન છે. આમાં એક મેચ 2011ની સિઝનની અંતિમ મેચ હતી, જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાઈ હતી. અને બીજી મેચ વર્ષ 2012માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની ફાઈનલ મેચ હતી.

ચેપોકમાં આ સીઝનમાં અત્યાર સુધીનો રેકોર્ડ ધોનીનો છે

ચેન્નઈ સુપર કિંગ્સને લાંબા સમય પછી આ સીઝનમાં તેના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમમાં રમવાની તક મળી છે. ધોનીએ આ સીઝનમાં 10 ઇનિંગ્સમાં 51.50ની એવરેજથી કુલ 103 રન બનાવ્યા છે. આ દરમિયાન ધોની 8 વખત અણનમ પેવેલિયન પરત ફર્યો છે. ચેપોકમાં ધોની આ સીઝનમાં 6 ઇનિંગ્સમાં બેટિંગ કરવા ઉતર્યો છે. આમાં તે સૌથી વધુ 32 રનની ઇનિંગ રમી શક્યો હતો. ધોનીએ ચેપોકમાં આ સિઝનમાં કુલ 81 રન બનાવ્યા છે.

CSK vs GT Playing-11: આજે ચેન્નઇ માટે શુભમન ગિલને રોકવો પડકાર રહેશે, ગુજરાત સામે અત્યાર સુધી નથી જીતી શકી ધોનીની ટીમ

મહેન્દ્ર સિંહ ધોની એક કુશળ વ્યૂહરચનાકાર તરીકે ઓળખાય છે પરંતુ જ્યારે તેની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ મંગળવારે ચેપોક સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે ત્યારે તેણે ફોર્મમાં રહેલા શુભમનને રોકવા વધુ મહેનતની જરૂર પડશે

શુભમને છેલ્લી મેચમાં અણનમ સદી ફટકારીને વિરાટ કોહલીના સદીના પ્રયાસને બરબાદ કરી દીધો હતો, જેના પરિણામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની (RCB) ટીમ IPLમાંથી બહાર થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ચેન્નઈ સામેની મેચમાં બધાની નજર આ યુવા બેટ્સમેન પર રહેશે.

બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે અને તે તમામમાં ગુજરાત જીતવામાં સફળ રહ્યું છે. એટલે કે ચેન્નઈ ગુજરાત સામે પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે. ગુજરાતનો કેપ્ટન હાર્દિક ચેન્નઈના કેપ્ટન ધોનીને પોતાનો મેન્ટર અને રોલ મોડલ માને છે. આ સીઝનની પ્રથમ મેચ CSK અને GT વચ્ચે રમાઈ હતી જેમાં ગુજરાતે ચેન્નઇને હરાવ્યું હતું.  ગુજરાતનો પાંચ વિકેટે વિજય થયો હતો.

Related posts

KKR: શ્રેયસના સ્થાને ઇગ્લેન્ડનો વિસ્ફોટક ઓપનર કોલકત્તામાં સામેલ, 2.8 કરોડમાં ખરીદાયો

Ahmedabad Samay

ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે કોઈ મહિલા ICC ટૂર્નામેન્ટ જીતી

Ahmedabad Samay

સુમિત અંતિલે ભારત માટે જ્વેલિન થ્રોનામાં ત્રીજો મેડલ જીત્યો

Ahmedabad Samay

રમત-ગમતના મહાકુંભ ઓલિમ્પિકસમાં ભારતના ૧૧૭ ખેલાડીઓએ ૧૬ રમતોમાં ભાગ લીધો અને ૦૬ મેડલ મેળવ્યા

Ahmedabad Samay

GT Vs CSK: છેલ્લા બોલ પર ફોર ફટકારી જાડેજાએ ચેન્નઇને બનાવ્યું ચેમ્પિયન, ગુજરાત ટાઇટન્સની પાંચ વિકેટથી હાર

Ahmedabad Samay

DC Vs MI: મુંબઈની રોમાંચક જીત બાદ રોહિતને એક નહીં પરંતુ મળ્યા 3 એવોર્ડ અને રોકડ ઈનામ

admin