August 7, 2026
ગુજરાતબિઝનેસ

બેન્ક ઓફ બરોડામાં હવે ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ દ્વારા ૩૦ મિનિટમાં હોમ લોન, કાર લોન

દેશની ત્રીજી સૌથી મોટી સરકારી બેંક, બેન્ક ઓફ બરોડા એ ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા કોઈપણ પેપરલેસ પ્રક્રિયા હેઠળ તેમની અનુકૂળતા અનુસાર મિનિટોમાં રિટેલ લોન લઈ શકે છે.

બેન્ક ઓફ બરોડા હાલમાં કેટલાક હાજર પસંદગીના ગ્રાહકોને ઓફલાઇન / ઓનલાઇન પાર્ટનર ચેનલોના માધ્યમથી કંઈપણ ખરીદવા માટે અને ત્યારબાદ સરળ EMIમાં ચૂકવણી કરવા માટે પ્રી-એપ્રૂવ માઈક્રો પર્સનલ લોન આપે છે. ગ્રાહકો ઈચ્છે તો આ રકમ તેમના બચત બેંક ખાતામાં મૂકી શકે છે
જો ગ્રાહક ઇચ્છે છે, તો તેને ૩ મહિનાથી ૧૮ મહિનાની EMIમાં કન્વર્ટ કરી શકે છે. આ માટે, ગ્રાહકોએ બેંક ઓફ બરોડાની મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન

m-Connect+નો ઉપયોગ કરવો પડશે. બેંક ઓફ બરોડા કહે છે કે ‘આ એપ્લિકેશન દ્વારા ચ્પ્ત્ કનવર્ઝનમાં ફકત ૬૦ સેકંડ લાગે છે’. આ ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મના લોકાર્પણ પર, બેંક ઓફ બરોડાના એકિઝકયુટિવ ડિરેકટર વિક્રમાદિત્ય સિંઘ ખિચિએ કહ્યું હતું કે, ‘અમારો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકને ઉત્ત્।મ અનુભવ પ્રદાન કરાવવો અને ધિરાણના વ્યવસાયને ડિજિટાઇઝેશન તરફ લઈ જવાનો છે’.

ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ ૩૦ મિનિટમાં હોમ લોન, કાર લોન અને વ્યકિતગત લોન માટે સૈદ્ઘાંતિક મંજૂરી આપે છે, અને પ્રક્રિયામાં કોઈ માનવ હસ્તક્ષેપ નથી. લોન અરજદારો ઘણી રીતે તે માટે અરજી કરી શકે છે. ગ્રાહકો વેબસાઇટ, મોબાઇલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેંકિંગ અને સોશિયલ મીડિયાથી પણ આ સુવિધા મેળવી શકશે.

આ નવા પ્લેટફોર્મ દ્વારા, બેંક ઓફ બરોડા ‘Online Loan against Fixed Deposits’ પણ પ્રદાન કરી રહી છે. આ પ્લેટફોર્મ દ્વારા, ગ્રાહકો તેમની ફિકસ્ડ ડિપોઝિટ પર મોબાઇલ બેંકિંગ અથવા નેટ બેંકિંગ સુવિધાથી ત્વરિત લોન મેળવી શકે છે. બેંક ઓફ બરોડાને અપેક્ષા છે કે આવતા ૫ વર્ષમાં છૂટક લોનમાં ડિજિટલ શેર વધીને ૭૪% થઈ જશે.

Related posts

બાલવાટિકા બાળકો અને પરિવારો માટે લોકપ્રિય મનોરંજન સ્‍થળ હવે નવા રૂપમાં તૈયાર

Ahmedabad Samay

પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા, પણ ખાયેગા ઇન્ડિયા તો પઢેગા ઇન્ડિયા ઓર બઢેગા ઇન્ડિયા

Ahmedabad Samay

IIM અમદાવાદનો ગ્લોબલ રેન્કિંગમાં રેન્ક ઘટ્યો, જાણો કેટલો છે રેન્ક

Ahmedabad Samay

કુતીયાણા વિસ્તારમાંથી ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી.

Ahmedabad Samay

ધો.૦૮ – ૧૦ પાસ માટે સુવર્ણ તક, રાજ્યની તમામ આઇ. ટી.આઇ માં ટેકનીકલ કોર્ષની પ્રવેશ પ્રક્રિયા શરૂ.

Ahmedabad Samay

ઓઈલ ઈન્ડિયા લિમિટેડમાં પરીક્ષા વિના નોકરી મેળવવાની સુવર્ણ તક, જાણો નોકરી અને પગાર સંબંધિત તમામ વિગતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો