October 5, 2026
ગુજરાત

અમદાવાદમાં ગુમ થયેલા 3 બાળકો આખરે કાલુપુરથી મળી આવ્યા, જાણો શું હતો મામલો

થોડા દિવસ પહેલા બાળકો ઘરેથી રમવાનું કહીને બહાર નિકળતા ઘરે ન આવતા પરીવાર ચિંતામાં આવી ગયો ગયો હતો. આ ત્રણેય બાળકો કાલુપુર રેલ્વે સ્ટેશનથી મળી આવ્યા હતા. આ બાળકો બે દિવસ સુધી કાલુપુર રેલ્વે સ્ટેશન પર જ રહ્યા હતા. બાળકો ગુમ થતા આ મામલે પોલીસ મથકે પણ ફરીયાદ નોંધાઈ હતી.

ગયા સોમવારે આ બાળકો ઘરેથી રમવા જઈએ છીએ તેવું કહીને ઘર બહાર નિકળ્યા હતા. જો કે સાંજ સુધી ઘરે ન આવતા સગાસંબંધીઓએ શોધખોળ શરૂ કરી હતી. આખરે આ બાળકો આજે મળી આવતા પરીવારના સભ્યોમાં જીવમાં જીવ આવ્યો છે.

ત્રણ બાળકો ગુમ થતા પરીવારમાં ભારે ચિંતા હતી અને અનેક શંકા કુશંકાઓ હતી ત્યારે આખરે આ બાળકો મળી આવ્યા છે. બાળકોને સીઆરપીએફના જવાનોએ જોયા હતા. તેમના ધ્યાનમાં આવતા આ બાળકોને રખિયાલ પોલીસ સ્ટેશને પહોંચાડ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર આ બાળકો બે દિવસ કાલુપુર રેલવે સ્ટેશન પર રોકાયા હતા. જેમાં રેલ્વે પોલીસના કર્મચારીઓ બાળકોને રખિયાલ પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. બાળકો ગુમ થવાની ઘટનાએ ચર્ચા જગાવી હતી પરીવારજનોને એ ચિંતા હતી કે કોઈ બાળકને ફોસલાવીને લઈ ન ગયું હોય. આ સાથે અન્ય પ્રકારની શંકા જતા તેમને આખરે આ મામલે પોલીસમાં પણ ફરીયાદ કરી હતી. જો કે, કાલુપુરથી આખરે બાળકો મળી આવ્યા છે.

Related posts

120 ખલાસી અને 19 મંદિરના સંતોના RT PCR ટેસ્ટ કરવામા આવ્યા

Ahmedabad Samay

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Ahmedabad Samay

રાજીવ સાવતનું કોરોનાના કારણે નિધન

Ahmedabad Samay

Gtpl બ્રોડ બેન્ડ ની ખરાબ સર્વિ થી ગ્રાહક પરેશાન

Ahmedabad Samay

અક્ષરધામ પર થયેલ આંતકી હુમલપર ઓટીટી ફિલ્મ “સ્ટેટ ઓફ સીઝ: ટેમ્પલ એટેક” થશે રિલીઝ

Ahmedabad Samay

આજે વહેલી સવારે અમદાવાદ સહિત રાજ્‍યના ઘણા ભાગોમાં મિનિ વાવાઝોડું ફૂંકાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો