May 8, 2026
ગુજરાત

શહેરમાં અવર – જવર કરવા ઉપર ભારે વાહનો માટે નવી ગાઈડલાઈન જાહેર કરાઇ

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા  અમદાવાદ શહેરમાં નીચે જણાવ્યા મુજબની વિગતેના વાહનોને પ્રવેશબંધી ફરમાવવા અને માર્ગ અકસ્માતો બનતા નિવારવા તેમજ ટ્રાફિક સરળતાથી ચાલે તે માટે નીચે મુજબનો હુકમ કરવામાં આવ્યો છે,

અમદાવાદ શહેરમાં વધતા જતા પ્રદુષણને અટકાવવા અને માર્ગ અકસ્માતને નિયંત્રિત કરવા અંગે નામદાર સુપ્રિમ કોર્ટને આપવામાં આવેલી બાહેંધરીના અનુસંધાને અમદાવાદ શહેરમાં ભારે વાહક વાહનની અવર જવર ઉપર પ્રતિબંધ લાદવો જરૂરી છે . જેથી લાઇટ મોટર વ્હીકલ ( હલકું મોટર વાહન ) એટલે કે , ટ્રાન્સપોર્ટ વાહન કે જેનું કૂલ વજન  ૭૫૦૦ કિ.ગ્રા . તમામ લાઇટ પેસેન્જર વહીકલ શહેરની અંદર પ્રવેશ કરી શકશે . તે સિવાયના ગુડ્ઝ વ્હીકલ / પેસેન્જર વહીકલ તેમજ ટ્રેક્ટર – ટ્રોલીની શહેરમાં અવર – જવર કરવા ઉપર સવાર કલાક ૮.૦૦ થી ૨૩.૦૦ દરમિયાન પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે .

અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતા પેસેન્જર વાહનો / મિની બસ કે જેની સીટીંગ કેપીસીટી કૂલ -૩૩ , સુધીની હોય તેવી ક્ષમતાવાળા પેસેન્જર વાહનો શહેરની અંદર પ્રવેશ કરી શકશે . સ્લીપીંગ અંગેની સુવિધા સિવાયના  તેમજ ૩૩ -પૈસૈનજરથી વધુ ક્ષમતાવાળા તમામ પ્રકારના પેસેન્જર વાહનોની શહેરમાં અવર જવર કરવા ઉપર સવાર કલાક ૮,૦૦ થી ૨૩.૦૦ દરમિયાન પ્રતિબંધ ફરમાવવામાં આવે છે .

ફકત આર.ટી.ઓ. કચેરીનાં કામકાજ માટે નીચે દર્શાવ્યા મુજબ માર્ગ ઉપર કલાક ૧૦,૦૦ થી ૧૮.૦૦ દરમિયાન ઉપયોગ કરવા અંગે પ્રવેશબંધીમાંથી છુટછાટ આપવામાં આવે છે .

1. સુભાષબ્રીજ આર.ટી.ઓ. કચેરીના કામ માટે આવવા અને જવા માટે સરદાર પટેલ રિંગ રોડનો ઉપયૉગ કરી ઝુંડાલ / તપોવન સર્કલ થી વિસત પેટ્રોલ પંપ , અચેર ચાર રસ્તા , ચિમનભાઈ પટેલ બ્રીજ થઈ હુંકત આર , , ઓ . કચેરીના કામ માટે આવી અને જઈ શકશે .

2. સરદાર પટેલ રિંગ રોડ ઉપરના સનાથલ સર્કલથી શાંતીપુરા સર્કલથી સીધા બોપલ બાજુથી તરફ વળી તથા સરદાર પટેલ રિંગ ઉપરના સનાથલ સર્કલથી ઉજાલા સર્કલથી સીધા ઈસ્કોન સર્કલ ચાર રસ્તાથી શિવરંજની ચાર રસ્તાથી ડાબી તરફ વળી સીઘા ૧૩૨ ફુટ રીંગ રોડથી સીધા આર.ટી.ઓ. કચેરી સુધી જ અવર – જવર કરી શકાશે .

3. વસ્ત્રાલ આર.ટી , ઓ , કચેરીનાં કામ માટે સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરી વસ્ત્રાલ ચાર રસ્તા થઈ ફકત આર.ટી.ઓ. કચેરીના કામ માટે આવી અને જઇ શકશે .

આ જાહેરનામામાં આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે , કુટ , દૂધ , શાકભાજી , પેટ્રોલ , ડીઝલ સી.એન.જી. , એલ.પી.જી. નું વિતરણ / સપ્લાય કરતાં વાહનો નીચેના માર્ગો અનુક્રમ નંબર ૧ થી ૩ વાળા રૂટ ઉપર સવાર કલાક ૦૯.૦૦ થી ૧૩.૦૦ અને સાંજ કલાક ૧૬.૦૦ થી ૨૧.૦૦ સિવાયનાં સમયગાળા માટે જવા આવવાની છુટછાટ આપવામાં આવે છે .

1 , જેતલપુર ઓકટ્રોયનાકા , નારોલ , વિશાલા સર્કલ થઈ ડાબા હાથે સરખેજ તેમજ, એ.પી.એમ.સી , માર્કેટ નારોલ સર્કલ થી ચંડોળા તળાવ , બહેરામપુરા ચોકી , જમાલપુર શાક માર્કેટ , નરોડા પાટીયાથી મેમ્પો ચાર રસ્તાથી ગેસ્કો ચાર રસ્તા પાસે આવેલ કુટ માર્કેટ.

આ જાહેરનામામાંથી નીચે મુજબના વાહનોને મુક્તી આપવામાં આવે છે , પરંતુ મૂકિત આપેલ આ તમામ વાહનો એરહો – ડાર્ક ફીલ્મ વિનાના , વાહનની આગળ – પાછળ અને સાઇડમાં નિયમાનુસાર રિફલેક્ટીવ ટેપ લગાવેલ તેમજ અકસમાત પ્રસંગે આ વાહનો નીચે ટુ – વ્હીલર કે તેના વાહન ચાલક કે રાહદારી ઘુસી જતા અટકાવવાં નક્કી થયેલ FUPD , SUPD , RUPD ફીટ કરેલ હોવું જોઈશે અને રોડ સાઈડ પર પાર્ક કરી શકશે નહીં , તેમજ છુટછાટ દરમિયાન શહેરના માર્ગો ઉપર કોઇ પણ સંજોગોમાં માલ વાહક વાહન કે પેસેન્જર વાહન પાર્ક કરી શકશે નહીં કે માલની ચઢ ઉતર કરી કરાવી શકાશે નહીં . આ આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશે તો જાહેરનામાનો ભંગ ગણાશે ,

1. તમામ કોલેજ અને સ્કુલમાં કામ કરતા કર્મચારી અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે ઉપયોગમાં લેવાતી કોલેજ અને સ્કુલની માલીકીની બસો 2. લગ્ન તેમજ મરણ પ્રસંગે જવા – આવવા ઉપયોગમાં લેવાતાં પેસેન્જર વાહનો .                                           3 , એસ , ટી , કોર્પો . , એ.એમ.ટી.એસ. , બી.આર.ટી.એસ. , ફાયર બ્રીગેડ , એબ્યુલન્સ , સરકારી વાહનો , આ જાહેરનામામાંથી શહેરમાં ભારે તથા મધ્યમ પ્રકારના તમામ માલવાહક ( ગુડ્ઝ ફીકલ ) વાઈનને દિવસ દરમિયાન કલાક ૧૩.૦૦ થી ૧૬.૦૦ સુધી પ્રવેશ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે.

 

Related posts

ટ્રાફિક પોલીસની સમય સુચકતાએ એક વ્યક્તિનો જીવ બચાવ્યો

Ahmedabad Samay

નરેન્દ્ર મોદીએ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં નવનિર્મિત ‘સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય’નું ભવ્ય લોકાર્પણ

Ahmedabad Samay

16 જાન્યુઆરીથી ગુજરાતમાં કોરોના વેક્સિનેશન આપવાનું કાર્ય હાથધરવામાં આવશે

Ahmedabad Samay

ગેરકાયદેસર હથિયાર સાથે બે શખ્સોની નરોડા પોલીસે ધરપકડ કરી.

Ahmedabad Samay

“ટચ ધ સ્કાય”ના શાહનવાજભાઈ શેખ દ્વારા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી સાથે મુલાકાત કરી અને આવનારા ઇવેન્ટમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના કેસ વધવાનું કારણ, કોરોનાને લઈ તંત્રની બેદરકારી, વાંચવાં જેવું બેદરકારી નો કિસ્સો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો