September 23, 2026
રમતગમત

LSG Vs MI Eliminator: લખનઉને હરાવીને બીજી ક્વોલિફાયરમાં પહોંચી મુંબઇ, આકાશ મધવાલનું ખતરનાક પ્રદર્શન

મુંબઈ ઈન્ડિયન્સે IPL 2023 ની એલિમિનેટર મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 81 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે મુંબઈએ બીજા ક્વોલિફાયરમાં જગ્યા બનાવી લીધી છે. મુંબઈની જીતમાં આકાશ મધવાલે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ખતરનાક બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી હતી. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં લખનઉના ખેલાડીઓ માત્ર 101 રન જ બનાવી શક્યા હતા. હવે મુંબઈ બીજા ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સામે મેદાનમાં ઉતરશે.

મુંબઈ બીજા ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ મેચ 26 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાતને પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જે ટીમ બીજા ક્વોલિફાયરમાં જીતશે તે ફાઇનલમાં ચેન્નઈ સામે ટકરાશે.

માર્કસ સ્ટોઇનિસે 27 બોલમાં 40 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. ઓપનર કાયલ મેયર્સ 13 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. પ્રેરક માંકડ 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કૃણાલ પંડ્યા પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે 8 રન બનાવીને આઉટ થયો હતો. આયુષ બદોની એક રન બનાવી આગળ ગયો હતો. નિકોલસ પૂરન ખાતું પણ ખોલી શક્યો ન હતો. દીપક હુડ્ડાએ 13 બોલમાં 15 રન બનાવ્યા હતા. કૃષ્ણપ્પા ગૌતમ 2 રન બનાવીને આઉટ થયો હતો. દીપક હુડ્ડા માત્ર 15 રન બનાવીને આઉટ થયો હતો. કૃષ્ણપ્પા ગૌતમ 3 રન બનાવીને આઉટ થયો હતો. ઓલઆઉટ થતાં સુધી ટીમ 16.3 ઓવરમાં 101 રન જ બનાવી શકી હતી.

મુંબઈ માટે મધવાલની ખતરનાક બોલિંગ

મુંબઈ માટે આકાશ મધવાલે ખતરનાક બોલિંગ કરી હતી. તેણે 3.3 ઓવરમાં માત્ર 5 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. મધવાલે પ્રેરક માંકડ, આયુષ બદોની, નિકોલસ પૂરન, રવિ બિશ્નોઈ અને મોહસીન ખાનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મધવાલની સાથે ક્રિસ જોર્ડને પણ સારી બોલિંગ કરી હતી. તેણે 2 ઓવરમાં 7 રન આપીને એક વિકેટ લીધી હતી. એક મેડન ઓવર પણ નાખી હતી. પિયુષ ચાવલાને પણ સફળતા મળી હતી.

મુંબઈ માટે ગ્રીન-વઢેરાએ શાનદાર ઇનિંગ્સ રમી હતી

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. આ દરમિયાન કેમરૂન ગ્રીને 41 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. તેણે 23 બોલમાં 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. નેહલ વઢેરાએ 12 બોલમાં 23 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યકુમાર યાદવે 20 બોલમાં 33 રન બનાવ્યા હતા. સૂર્યાએ પણ બે ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. તિલક વર્માએ 26 રન અને ટિમ ડેવિડે 11 રન બનાવ્યા હતા. ઓપનર ઈશાન કિશન 15 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત શર્મા માત્ર 11 રન બનાવી શક્યો હતો.

 

લખનઉ તરફથી યશ ઠાકુરે 4 ઓવરમાં 34 રન આપીને 3 વિકેટ લીધી હતી. નવીન-ઉલ-હકે 4 ઓવરમાં 38 રન આપીને 4 વિકેટ લીધી હતી. મોહસીન ખાને 3 ઓવરમાં 24 રન આપીને એક વિકેટ લીધી હતી. રવિ બિશ્નોઈ, કૃણાલ પંડ્યા અને ગૌતમને એક પણ વિકેટ મળી ન હતી.

Related posts

ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવી દેશને આપી દિવાળીની શાનદાર ભેટ

Ahmedabad Samay

આર્ચરીના વર્લ્ડ કપ સ્ટેજ 3 ટુર્નોમેન્ટમાં દીપિકા કુમારીએ ભારતને 3 ગોલ્ડ મેડલ જીતાડયા

Ahmedabad Samay

ઈન્ડિયા લિજેન્ડસે શ્રીલંકા સામેની ફાઈનલ મેચમાં 14 રનથી શાનદાર જીત મેળવી

Ahmedabad Samay

રાજસ્થાને પ્રથમવાર ગુજરાતને આઇપીએલમાં હરાવ્યું,  છેલ્લા વર્ષે ફાઇનલમાં મળેલી હારનો લીધો બદલો

Ahmedabad Samay

એશિયા કપ ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું છે. આ સાથે જ ભારત નવમી વખતે એશિયા કપ જીત્યું

Ahmedabad Samay

આ જાણી ને ભૂલી જશો રિંકુ સિંહના 5 છગ્ગા, IPLમાં નહીં જોવા મળ્યું હોય ક્યારેય આવું પરાક્રમ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો