February 9, 2025
ગુજરાત

રાજ્યમાં અનગોળા સમાન પડી રહેલી ગરમીથી રાહત મળશે, આજથી તાપમાન ઘટશે

રાજ્યમાં અનગોળા સમાન પડી રહેલી ગરમીથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગરમીથી લોકોને રાહત મળશે. આજથી જ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. તાપમાન 3થી 4 ડીગ્રી ઘટે તેવી શક્યતા છે. તેમાં પણ અમદાવાદમાં 42થી 44 ડીગ્રી ગરમીનો પારો ઉંચકાયો છે ત્યારે તેમાં થોડાઘણા અંશે રાહત મળી શકે છે.

છેલ્લા કેટલાક દિવસોથી ગરમીના કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે. ગરમી વધુ પડતા બપોરના સમયે લોકોનું ઘરેથી બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે. તેમાં પણ મે મહિનામાં ગુજરાતમાં 44થી લઈને 45 તેમજ 46 ડીગ્રી સુધી કેટલાક વિસ્તારોમાં ગરમી પડી છે.

એપ્રિલ મહિનામાં માવઠું થતા  ગરમીથી લોકોને રાહત મળી હતી પરંતુ મે મહિનામાં ગરમીએ માઝા મૂકી છે ત્યારે સાંજે 6 વાગ્યા સુધી ગરમ પવનોનો સામનો લોકોને કરવો પડે છે. ત્યારે ગરમીથી થોડા ઘણા અંશે રાહત મળવાની શક્યતા છે. જો કે, મહિનાના એન્ડમાં તેમજ જૂનના ફર્સ્ટ વીકમાં ફરી ગરમીનું જોર વધી શકે છે.

આ વખતે ગુજરાતમાં જૂન 20 તારીખ આસપાસ ચોમાસું બેસે તેવી શક્યતા છે. જો કે, વરસાદ થોડો મોડો પડી રહ્યો છે જેથી વધુ ગરમીના દિવસો ખેંચાઈ શકે છે. જો કે, અત્યારની સ્થિતિએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગરમીથી થોડી રાહત મળી શકે છે.

Related posts

અસારવા વોર્ડમાં કાઉન્સિલર દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું

Ahmedabad Samay

વડોદરામાં એક સાથે પરિવારના છ સભ્યોએ કરી આત્મહત્યા, ૩ ના મૃત્યુ ૩ સારવાર ગંભીર હાલતમાં

Ahmedabad Samay

નરહરિ અમીન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરાઇ

Ahmedabad Samay

નરોડાના ધારાસભ્ય બલરામ થવાણી કોરોના પોઝિટિવ

Ahmedabad Samay

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂા.૧,૧૫,૧૦૦/- ની કિંમતની બનાવટી ભારતીય ચલણી નોટો પકડી પાડી બનાવટી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

Ahmedabad Samay

અમદાવાદ થી ગુમ થયેલ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો