IPL 2023 ની એલિમિનેટર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે બુધવારે (24 મે) રમાઈ હતી, જેમાં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે 81 રને જીત મેળવી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 182 રન બનાવ્યા હતા. રનનો પીછો કરતા લખનઉની ટીમ 16.3 ઓવરમાં 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈના ફાસ્ટ બોલર આકાશ મધવાલે લખનઉની ટીમને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
મુંબઈના ઝડપી બોલર આકાશ મધવાલે 3.3 ઓવરમાં માત્ર 5 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આ આંકડા સાથે આકાશે આઈપીએલના ઘણા રેકોર્ડ તોડ્યા છે. આકાશે લખનઉના પ્રેરક માંકડ, આયુષ બદોની, નિકોલસ પૂરન, રવિ બિશ્નોઈ અને મોહિસન ખાનને પોતાના શિકાર બનાવ્યા હતા. આ સિવાય તેણે એક રન આઉટ કરાવવામાં ટીમને મદદ કરી હતી.
આકાશે આ રેકોર્ડ પોતાના નામે કર્યા છે
IPL પ્લેઓફ મેચોમાં 5 વિકેટ લેનારો આકાશ પ્રથમ બોલર બન્યો છે. IPLની એક ઇનિંગમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ કરનાર અનિલ કુંબલે પછી બીજો બોલર બન્યો. આકાશે 3.3 ઓવરમાં 5 રન આપીને 5 વિકેટ ઝડપી હતી જ્યારે અનિલ કુંબલેએ 3.1 ઓવરમાં 5 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
IPL ઈતિહાસમાં સૌથી ઓછા ઈકોનોમી રેટથી 5 વિકેટ લેનારો બોલર બન્યો હતો. લખનઉ સામે રમાયેલી એલિમિનેટર મેચમાં આકાશે 3.3 ઓવરમાં માત્ર 1.40 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
IPL ઇતિહાસમાં સંયુક્ત ચોથો સર્વશ્રેષ્ઠ બોલિંગ ફિગર બોલર બન્યો. IPLમાં સર્વશ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ અલઝારી જોસેફના નામે છે. જોસેફે ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં 3.4 ઓવરમાં 12 રન આપીને 6 વિકેટ ઝડપી હતી.
LSG vs MI Eliminator: લખનઉને હરાવીને બીજી ક્વોલિફાયરમાં પહોંચી મુંબઇ, આકાશ મધવાલનું ખતરનાક પ્રદર્શન
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2023 ની એલિમિનેટર મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 81 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે મુંબઈએ બીજા ક્વોલિફાયરમાં જગ્યા બનાવી લીધી છે. મુંબઈની જીતમાં આકાશ મધવાલે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ખતરનાક બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી હતી. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં લખનઉના ખેલાડીઓ માત્ર 101 રન જ બનાવી શક્યા હતા. હવે મુંબઈ બીજા ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સામે મેદાનમાં ઉતરશે.