August 13, 2026
ગુજરાત

ગાંધીનગર જીલ્લા રોજગાર કચેરી દ્વારા 30 મેના રોજ જોબફેરનું થશે આયોજન

ગાંધીનગર જીલ્લા રોજગાર કચેરી દ્વારા 30 મેના રોજ જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રોજગાર કચેરી દ્વારા યુવાનોને નોકરીની તકો મળી રહે માટે અવાર નવાર જોબ ફેર યોજાતા આવ્યા છે. રોજગાર મેળામાં ગાંધીનગર ખાતે ધોરણ-૧૦ અને ૧૨ પાસથી લઈને ગ્રેજ્યુએશન, ડિપ્લોમા વગેરે શિક્ષણ મેળવી ચૂકેલા યુવાનો માટે આ તક મળી રહેશે.
જીલ્લારોજગારવિનિમય કચેરી, મોડલ કેરિયર સેન્ટર ગાંધીનગર દ્વારા તા.૩૦ મે ૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે, બલરામ મંદિર પરિસર, ઉમિયા માતાજીના મંદિર પાસે,કલેકટર ઓફીસ સામે,સેક્ટર-૧૨ તા.જી.ગાંધીનગર ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. સ્વરોજગાર લક્ષી યોજનાઓની માહિતીનો લાભ લઇ શકશે.
રોજગાર ભરતીમેળામાં ગાંધીનગર જીલ્લાની પ્રતિષ્ઠિત કંપનીઓમાં ફાર્માસ્યુટિકલ,ઈલેક્ટ્રોનિક,મશીન ઓપરેટર,ડીપ્લોમાં,એન્જીનીયર,સુપરવાઈઝર,સિક્યુરીટી ગાર્ડ, ડ્રાઈવર, ઓફીસ આસિસ્ટન્ટ,હેલ્પરજેવી જગ્યાઓ માટે ધોરણ-૧૦ અને ૧૨ પાસ,ગ્રેજ્યુએટ,પોસ્ટ ગ્રેજ્યુએશન,આઈ.ટી.આઈ,ડીપ્લોમાં ઉમેદવારો ભાગ લઇ શકશે.આથી રોજગારવાન્છું યુવાનો વિવિધ રોજગારીની તકોથી વંચિત ન રહે તથા નોકરીદાતાઓને રોજગાર કચેરી દ્વારા સતત કુશળ માનવબળ પ્રાપ્ત થઇ શકે તે હેતુસર રોજગાર ભરતીમેળા અંગે જીલ્લા રોજગાર વિનિમય કચેરી,ગાંધીનગર દ્વારા આગામી સમયમાં આયોજન થનાર છે.જેથી ભરતીમેળાનોલાભ લેવા જણાવવામાં આવે છે. ઉપરોક્ત યોજાનાર રોજગાર ભરતીમેળામાં જીલ્લાના તમામ રોજગારવાન્છું ઉમેદવારોને મોટી સંખ્યામાં ભાગ લેવા જણાવવામાં આવે છે.

Related posts

CM ના ફોટો શેસને જનતા રોષે ભરાઈ,CM ભુપેન્દ્ર પટેલે દ્વારા છત્તીસગઢમાં પુર ગ્રસ્તોને સહાય મોકલતા ભાજપનો ઝંડો બતાવતા સોશિયલ મીડિયા પર ફોટા મુક્ત લોકોએ રોષ વ્યકત કર્યો

Ahmedabad Samay

હાર્દિક પટેલ દ્વારા જનતા ને અને કોંગ્રેસ પક્ષના આગેવાનો ને સંબોધન

Ahmedabad Samay

અમદાવાદ – સિવિલ હોસ્પિટલમાં માતાનું અંગદાન કરીને 20 વર્ષના પુત્ર એ ચાર જીંદગી બચાવી !!

Ahmedabad Samay

ભાજપમાં નરહરિ અમીન સહિત ૦૩ બેઠક મેળવી જ્યારે કોંગ્રેસ ને ફક્ત ૦૧ બેઠક

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના નો ભયંકર રૂપ આવ્યો સામે

Ahmedabad Samay

AMC દ્વારા વહીવટી વિભાગને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી મોટા પાયે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો