લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપે ગુજરાતમાં તૈયારીઓનો આરંભ કરી લીધો છે. આજે સાંજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકની અંદર મોદી સરકારના 9 વર્ષની ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવશે.
આગામી સમયમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ તેજ કરી દીધી છે. ત્યારે આ બેઠકમાં આગામી ચૂંટણીની તૈયારીઓને લઈને રણનીતિ અંગે બેઠક યોજવામાં આવશે. આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોમાં નરેન્દ્ર મોદી સરકારના કામો અને વિવિધ યોજનાઓ જન જન સુધી પહોંચે તેને લઈને પ્રચાર અર્થે પણ રણનિતી ઘડવામાં આવશે.
આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્યની યોજનાઓ પર ભાર મુકવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્રમો આગામી સમયમાં જિલ્લા અને શહેરોમાં યોજવા તે અંગે પણ બેઠકમાં ચર્ચા કરાશે. આ ઉપરાંત આગામી સમયમાં કેન્દ્રીય મંત્રીઓના ગુજરાતના પ્રવાસો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ગુજરાતમાં વિધનસભાની ચૂંટણી બાદની વર્તમાન રાજકીય અને સામાજિક સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
તમામ સીટો ગુજરાતમાં જીતવાનો લક્ષ્યાંક
લોકસભાની ચૂંટણી પહેલા સીઆર પાટીલ ફરી એકવાર ગુજરાતની 26 બેઠકો પર ભાર આપી આગામી સંગઠનાત્મક રણનિતી પર ભાર આપી રહ્યા છે. જેમાં સીએમ અને સીઆરના આગામી સમયમાં વિવિદ 33 જિલ્લાના પ્રવાસો પણ યોજવામાં આવશે. ગુજરાતમાં તમામ સીટો જીતવાનો લક્ષ્યાંક હાઈકમાન્ડે પાટીલના ખભા પર મુક્યો છે. ત્યારે આ દિશામાં ભાજપ દ્વારા કામગિરી કરાશે.
લોકસભામાં સાંસદોની કપાઈ શરે છે ટિકિટો
આ વખતે લોકસભાની ચૂંટણીમાં વર્તમાન સાંસદોને પણ ચોક્કસ ટિકિટો કપાવવાનો ડર છે. કેમ કે,ટ જે રીતે વિધાનસભાની ચૂંટણીમાં નવાને સ્થાન આપવામાં આવતા જૂના જોગીઓના પત્તા કપાયા હતા ત્યારે એ નિશ્ચિત છે કે, વર્તમાન સાંસદોમાંથી કેટલાકની ટિકિટ કપાઈ શકે છે. અગાઉ કેટલાક સાંસદોને વિધાનસભાની ચૂંટણી બાદ દિલ્હી બોલાવીને તેમની સામેની કામગિરીને લઈને મળેલી ફરીયાદોના આધારે ઠપકો પણ આપવામાં આવ્યો હતો.