પેમેન્ટ લેવડદેવડ માટે વર્તમાનમાં ચાલી રહેલી આરટીજીએસ (RTGS), એનઈએફટી (NEFT) અને યુપીઆઈ (UPI) જેવી ઉપલબ્ધ પેમેન્ટ સિસ્ટમને મોટા પ્રમાણમાં ચુકવણી માટે ડિઝાઈન કરવામાં આવી છે. આ પેમેન્ટ સિસ્ટમ્સ એડવાન્સ્ડ આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરે છે. આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ પેમેન્ટ સિસ્ટમને કુદરતી આફત અને યુદ્ધ જેવી સ્થિતિમાં અંતનિર્હિત માહિતી અને સંચાર માળખાને ખલેલ પહોંચાડીને અસ્થાયી રૂપે ઉપલબ્ધ કરાવી શકાય છે.
આરબીઆઈ (RBI)એ આપ્યું છે આ નામ
આવી સ્થિતિમાં, કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે એવી સિસ્ટમ તૈયાર કરવાની જરૂર છે જેનો ઉપયોગ કોઈપણ સ્થિતિમાં થઈ શકે. આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને, આરબીઆઈ (RBI) એ એલપીએસએસ (LPSS) ની યોજના બનાવી છે. રિઝર્વ બેંકે પ્રસ્તાવિત ઈમરજન્સી સિસ્ટમને ‘લાઇટ વેઈટ એન્ડ પોર્ટેબલ પેમેન્ટ સિસ્ટમ’ એટલે કે એલપીપીએસ (LPSS) નામ આપ્યું છે. તેમણે કહ્યું કે LPSS પરંપરાગત ટેક્નોલોજીથી અલગ હશે અને બહુ ઓછા કર્મચારીઓ સાથે તેને ગમે ત્યાંથી ચલાવવાનું શક્ય બનશે. આવી સ્થિતિમાં, તે સુનિશ્ચિત કરશે કે કોઈપણ કટોકટીમાં ડિજિટલ ચુકવણી કરી શકાય છે.
RBIએ જણાવ્યું છે કે, તે ન્યૂનતમ હાર્ડવેર અને સોફ્ટવેર પર કામ કરે તેવી અપેક્ષા છે. જ્યારે જરૂર પડશે ત્યારે તેને સક્રિય કરવામાં આવશે. તે આવા વ્યવહારો પૂર્ણ કરવા માટે ઉપયોગી થશે જે સરકાર અને બજાર સાથે સંબંધિત લેવડદેવડ જેમ કે અર્થતંત્રની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે.
આ સ્થિતિઓમાં અટકી શકે છે પેમેન્ટ
હવે ધારો કે દુશ્મન દેશ ભારત પર હુમલો કરે અને ભીષણ યુદ્ધ ફાટી નીકળે. આવી સ્થિતિમાં, RTGS, NEFT અથવા UPI જેવી સિસ્ટમ ચલાવવી મુશ્કેલ બનશે, કારણ કે તેના માટે જરૂરી ઇન્ફ્રા ઉપલબ્ધ રહેશે નહીં. તેને ચલાવવા માટે વધુ લોકોની જરૂર પડે છે. આ પણ એક પડકાર છે. તેવી જ રીતે, અચાનક આપત્તિજનક કુદરતી આફત પણ સમગ્ર સિસ્ટમને નષ્ટ કરી શકે છે. પેમેન્ટ અટકી જવાને કારણે ઘણા મહત્વપૂર્ણ કામો પ્રભાવિત થઈ શકે છે અને સમગ્ર દેશ એક જ ઝાટકે ઠપ્પ થઈ શકે છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને નવી સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે.