શુ આપ નવો વેપાર કરવા વિચારી રહ્યા છો ? તો અમૂલ સાથે બિઝનેસ કરવાની તમને સુવર્ણ તક આવી છે. અમૂલ ફ્રેન્ચાઈઝી ઓફર કરી રહી છે. નાના રોકાણમાં દર મહિને બંપર કમાણી થઈ શકે છે. અમૂલની ફ્રેન્ચાઈઝી લેવી એ ફાયદાનો સોદો છે. તેમાં કોઈ ઝંઝટ પણ નથી.
રોયલ્ટી વગર અને પ્રોફિટ શેરિંગ વગર મળશે અમુલ ફ્રેન્ચાઈઝી કોઈ રોયલ્ટી કે પ્રોફિટ શેરિંગ વગર ફ્રેન્ચાઈઝી ઓફર કરી રહ્યા છે. એટલું જ નહીં અમૂલની ફ્રેન્ચાઈઝી લેવાનો ખર્ચો બહુ ખાસ નથી. તમે 2 લાખ રૂપિયાથી લઈને 6 લાખ રૂપિયાનો ખર્ચો કરીને અમૂલ સાથે વેપાર શરૂ કરી શકો છો. કારોબારની શરૂઆતમાં જ સારો એવો પ્રોફિટ મળી શકે છે.
કેટલું થશે રોકાણ?
Amul બે પ્રકારની ફ્રેન્ચાઈઝી ઓફર કરે છે. જો તમે અમૂલ આઉટલેટ, અમૂલ રેલવે પાર્લર કે અમૂલ ક્યોસ્કની ફ્રેન્ચાઈઝી લેવા માંગતા હોવ તો તેમાં લગભગ 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જેમાં નોન રિફન્ડેબલ બ્રાન્ડ સિક્યુરિટી તરીકે 25 હજાર રૂપિયા, રિનોવેશન પર 1 લાખ રૂપિયા, ઈક્વિપમેન્ટ પર 75 હજાર રૂપિયાનો ખર્ચો આવે છે. તેની વધુ જાણકારી તમને ફ્રેન્ચાઈઝીના પેજ પર મળી જશે.
અન્ય ફ્રેન્ચાઈઝીમાં 6 લાખનું રોકાણ
જો તમે અમૂલ આઈસ્ક્રિમ પાર્લર ચલાવવા માંગતા હોવ તો તેની ફ્રેન્ચાઈઝી માટે થોડું રોકાણ વધુ જરૂર પડે છે. આ માટે તમારે લગભગ 5-6 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. તેમાં બ્રાન્ડ સિક્યુરિટી તરીકે 50 હજાર રૂપિયા, રિનોવેશન માટે 4 લાખ રૂપિયા, ઈક્વિપમેન્ટ માટે 1.50 લાખ રૂપિયા સામેલ છે.
કેટલી થશે કમાણી?
અમૂલના જણાવ્યાં મુજબ ફ્રેન્ચાઈઝી દ્વારા મહિને લગભગ 5 થી 10 લાખ રૂપિયાનું વેચાણ થઈ શકે છે. જો કે તે જગ્યા પર નિર્ભર કરે છે. અમૂલ આઉટલેટ લેવા પર કંપની અમૂલ પ્રોડક્ટ્સના મિનિમમ સેલિંગ પ્રાઈઝ (MRP) પર કમિશન આપે છે. જેમાં એક મિલ્ક પાઉચ પર 2.5 ટકા, મિલ્ક પ્રોડક્ટ્સ પર 10 ટકા અને આઈસક્રિમ પર 20 ટકા કમિશન મળે છે.