August 12, 2026
દુનિયા

એક શખ્‍સ ઈસ્‍માઈલ અજીજીને લોકો હવે અમર માણસ કહેવા લાગ્‍યા, ૬ વાર મરીને જીવતો થયો

એક શખ્‍સ ઈસ્‍માઈલ અજીજીને લોકો હવે અમર માણસ કહેવા લાગ્‍યા છે. કારણ એવું છે કે તે એક કે બે વાર નહીં પણ છ વાર મોતના મુખમાંથી પાછો આવ્‍યો છે.હકીકતમાં ઈસ્‍માઈલ અજીજીની કહાનીની શરુઆત એક સામાન્‍ય દુર્ઘટનાથી થઈ. એફ્રીમેક્‍સની એક ડોક્‍યુમેન્‍ટ્રી અનુસાર, તે પોતાની ઓફિસમાં હતો, ત્‍યારે એક ગંભીર દુર્ઘટનાનો શિકાર થઈ ગયો. હાલત એટલી ખરાબ હતી કે તેને તરત દવાખાને લઈ જવામાં આવ્‍યા. ડોક્‍ટરે તપાસ બાદ મૃત ઘોષિત કર્યો. પરિવાર ભાંગી પડ્‍યો અને અંતિમ સંસ્‍કારની તૈયારી શરુ કરી. પણ કિસ્‍મતને કંઈક બીજું જ મંજૂર હતું. જ્‍યારે તેનું શરીર તાબૂતમાં રાખી સ્‍મશાન તરફ જઈ રહ્યા હતા, ત્‍યારે અચાનક તે ભાનમાં આવ્‍યો અને તાબૂતમાંથી બહાર નીકળવાની કોશિશ કરવા લાગ્‍યો. આ દ્રશ્‍ય જોઈ ત્‍યાં હાજર બધા ડરી ગયા અને ચોંકી ગયા.

પહેલી ઘટના બાદ લોકોને લાગ્‍યું કે આ ખાલી એક સંયોગ હતો, પણ આવું થયું નહીં.

થોડા સમય બાદ ઈસ્‍માઈલને ગંભીર મલેરિયા થયો. ડોક્‍ટરે તેને ફરીથી મૃત ઘોષિત કરી દીધો, પણ તે ફરી એક વાર પરત ફર્યો.

ત્‍યાર બાદ એક ભયાનક કાર અકસ્‍માતમાં તે કોમામાં જતો રહ્યો. હાલત એટલી ખરાબ હતી કે આ વખતે પણ તેને મૃત માની લેવામાં આવ્‍યો, પણ થોડા સમય બાદ તેણે ફરીથી આંખો ખોલી. જાણે કંઈ થયું જ ન હોય.

ઈસ્‍માઈલની જિદગીની સૌથી ડરામણી ઘટના ત્‍યારે થઈ, જ્‍યારે તેને એક ઝેરી સાંપે ડંખ મારી લીધો. પરિવારે તેને મૃત માની અંતિમ સંસ્‍કારની તૈયારી શરુ કરી દીધી, પણ ડર અને શંકાના કારણે તેને તરત દફન ન કર્યો, ત્રણ દિવસ બાદ, જ્‍યારે આશા લગભગ ખતમ થઈ ચૂકી હતી. ઈસ્‍માઈલ ફરીથી જીવિત થઈ ગયો. આ ઘટનાએ લોકોને હચમચાવી નાખ્‍યા

આટલી ઘટનાઓ બાદ ઈસ્‍માઈલને લઈ લોકોમાં ડર ઊભો થવા લાગ્‍યો. તેના પાડોશીઓ તેને સામાન્‍ય માણસ નહીં પણ કોઈ રહસ્‍યમયી શક્‍તિ માનવા લાગ્‍યા. ડરના કારણે એક દિવસ તેના ઘરમાં આગ લાગી ગઈ. જ્‍યારે ઈસ્‍માઈલ અંદર જ હતો, પણ નવાઈની વાત એ છે કે આ ભયંકર આગમાં પણ તે સુરક્ષિત રીતે બહાર નીકળી આવ્‍યો,

આ છઠ્ઠી વખત હતું જ્‍યારે તે મોતમાંથી વાપસી કરીને આવ્‍યો હતો.

સતત આવી ઘટનાઓ બાદ ઈસ્‍માઈલ અજીજી હવે પોતાના જૂના ઘર અને સમાજથી દૂર એક વેરાન જગ્‍યા પર રહેવા લાગ્‍યો છે. લોકો તેનાથી દૂર રહેવા લાગ્‍યા છે અને ઘણી વાર તેને ડરની નજરથી જુએ છે. તેની કહાની આજે પણ લોકોની વચ્‍ચે ચર્ચાનો વિષય બનેલી છે. કોઈ તેને ચમત્‍કાર કહે છે, તો કોઈ તેને રહસ્‍ય. પણ એક વાત તો નક્કી છે કે ઈસ્‍માઈલ અજીજીની જિંદગી કોઈ ફિલ્‍મથી કમ નથી. જ્‍યાં મોત પણ વારંવાર તેની સામે હારી જાય છે.

Related posts

અફઘાનિસ્તાન એકા એક ધમાકાથી કાપી ઉઠ્યું

Ahmedabad Samay

વૈજ્ઞાનિકોને ડર છે કે  6ઠ્ઠા મહાવિનાશનો સમય પણ આવી પહોચ્ચો

Ahmedabad Samay

રૂસી સેના ખારકીવમાં ઘુસી પૂર્વી શહેર ખારકીવમાં એક સ્‍થાનિક હોસ્‍પીટલ ઉપર હૂમલો

Ahmedabad Samay

બાબા વેંગા : ૨૦૨૪નું વર્ષ ‘આફતોનું વર્ષ’ રહેશે. તેમણે ૨૦૨૪ માટે કરેલી આગાહીમાં પ્રમુખ પુતિનના મોતનો પ્રયાસ કરાશે

Ahmedabad Samay

મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો, મહિલા ક્રિકેટ ટિમ બની વર્લ્ડ ચેમ્પિયન

Ahmedabad Samay

ક્‍વિક પેમેન્‍ટ UPI ક્ષેત્રે ભારતે ડંકો વગાડ્‍યો છે અને તે વિશ્વના અન્‍ય દેશોની તુલનાએ સૌથી મોખરે રહ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો