ગીતા મંદિર પાસે 2 કિલોના ડ્રગ્સ જથ્થા સાથે ઝડપાયેલા શખ્સની પૂછપરછમાં તાર યુપી સુધી પહોંચ્યા છે. મહેશ કુમાર યુપીથી અહીં ડ્રગ્સ લઈને આવ્યો હતો જેને સદ્દામે અમદાવાદ મોકલાવ્યું હતું. એસઓજી સદ્દામની યુપી જઈ ધરપકડ કરશે.
ગુજરાતમાં અને અમદાવાદમાં વારંવાર ડ્રગ્સ પેડલરો અને માફીયાઓ અહીં ડ્રગ્સ પેસાડવાનો પ્રયત્ન કરતા આ મામલે કાર્યવાહી તેજ થઈ રહી છે.
ગીતા મંદિર પાસેથી 2 કિલોથી વધુ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો ત્યારે આ મામલે તાર યુપીના ડ્રગ્સ માફિયા સુધી પહોંચ્યા છે. એસઓજી ક્રાઈમે યુપીના મહેશ કુમારની ધરપકડ કરી છે. યુપીના બહરાઈના ડ્રગ્સ માફિયા સદ્દામે જથ્થો અમદાવાદમાં મોકલ્યો હતો. ત્યારે અમદાવાદને પકડવા માટે એસઓજીની ટીમ યુપી જશે.
લખનઉનો પેડલર મહેશ એસટી બસમાં ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદમાં આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે 2 કરોડના ડ્રગ્સને ઝડપી પાડ્યું હતું. આ ડ્રગ્સ અમદાવાદના ડ્રગ્સ માફિયા સુઘી પહોંચે એ પહેલા જ ઝડપાઈ ગયું હતું. અમદાવાદમાં મોટી માત્રામાં જથ્થો મંગાવનાર સખ્સની તપાસ પણ તેજ કરાઈ છે. ગીતા મંદિર પાસે ઝડપાયેલા ડ્રગ્સના જથ્થા મામલે કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે.
જો કે, એ પહેલા યુપીના સદ્દામને ઝડપી પાડવા માટે એક ટીમ રવાના થઈ ગઈ છે. યુપીના ડ્રગ્સ માફિયાને પકડીને પણ કાર્યવાહી કરવામાં આવશે. તેમાં અન્ય કોની સંડોવણી છે કે કેમ તેની પૂછપરછ કરવામાં આવશે. આમ શરહદ ઉપરાંત શહેરમાં પણ નશાનો કાળો કારોબર ઝડપી પાડવા માટે ગૃહ વિભાગ સતત સક્રિય જોવા મળી રહ્યું છે.