ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની તમામ માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ , શિક્ષકશ્રીઓ , વહીવટી કર્મચારીશ્રીઓ , વાલીઓ તથા વિદ્યાર્થીઓને જણાવવાઆવે છે કે , ધોરણ -10 ના રીપિટર , ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની જુલાઈ -2021 ની જાહેર પરીક્ષા તા : -૧૫/૦૭/૨૦૨ ૧ થી શરૂ થનાર છે .
હોલ ટીકીટ ક્યારે અને કેવી રીતે મેળવવું
પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર ( હૉલટી કીટ ) તા .૦૭ / ૦૭/૨૦૨૧ નો રૌજ સવારે ૧૧:૦૦ કલાકથી બોર્ડની વેબસાઇટ Sc.HSebit.in અથવા gsebht.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા ઇ – મેઇલ આઇ. ડી. દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે .
પ્રવેશપત્ર ( હૉલટીકીટ ) ની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના જુલાઈ – 2021 પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો / માધ્યમની ખરાઇ કરીને તેમાં પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી , પરીક્ષાર્થીની સહી , પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યા એ આચાર્યશ્રીના સહી સિક્કા ( અડધી સહી અને સિક્કા ફોટા પર આવે તે રીતે ) કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે અને તેની સાથે પરીક્ષાર્થીને પરીક્ષા માટેની ધોરણ -10 ની સૂચના ( નં . 91 થી 12 ) ની પ્રિન્ટ પરીક્ષાર્થી અને આચાર્યશ્રીની સહી સાથે ફરજીયાત આપવાની રહેશે .
પ્રવેશપત્ર ( હૉલટીકીટ ) સાથે ઓનલાઇન મૂકવામાં આવેલ વિતરણ યાદીમાં પ્રવેશપત્ર ( હૉલટીકીટ ) તથા સૂચનાપ્રત આપ્યા બદલની સહી લેવાની રહેશે . જેની તમામ સંબંધિતોને નોંધ લેવા અને સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે .