ફર્સ્ટ ફૂલી ઇલેક્ટ્રોનિક રોલ્સ રોયસ સ્પેક્ટરે સાઉથ ઇન્ડિયામાં ડેબ્યુ કર્યું છે. આ વિશ્વની ફર્સ્ટ અલ્ટ્રા લક્ઝરી ઇલેક્ટ્રિક સુપર કૂપે આ ક્ષેત્રમાં રોલ્સ રોયસ માટે નવા યુગની શરૂઆત કરી છે.
વર્ષ ૨૦૨૪ સુધી ઓર્ડર બેંકની સાથે વિશ્વભરમાં સ્પેક્ટર માટે મજબૂત રૂચિ અને માંગ વધી છે. ઇન્ડિયાના અલ્ટ્રા હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યૂલ માંઆગામી પાંચ વર્ષમાં ૫૮.૪ટકાની મજબૂત વળદ્ધિની આશા છે. ભારતમાં રોલ્સ રોયસ કારનું વેચાણ પાછલા વર્ષની સરખામણીમાં ૨૦૨૩માં લગભગ બમણું થયું છે. સૌથી ખાસ વાત એ પણ છે કે , દક્ષિણ ભારતનું વેચાણ યંગસ્ટર્સ ક્લાઇન્ટ્સ દ્વારા ચાલી રહ્યું છે.
રોલ્સ રોયસ બ્રાન્ડના ઇતિહાસમાં સૌથી અપેક્ષિત મોડલ સ્પેક્ટરના દક્ષિણ ભારતમાં આગમનનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ.તમામ રોલ્સ રોયસ કારની વિશેષતાઓની સાથે સ્પેક્ટર અત્યંત કન્ટેમપરરી ડિઝાઇન, બેસ્પોક ઇન્ટિરિયર અને નેક્સ્ટ લેવલ એન્જિનિયરિંગ યૂનિક છે.
