ગરમીના મોસમમાં રાજકોટમાં જુગારની રમઝટ જામી છે. પુરુષો તો ઠીક પરંતુ હવે તો મહિલા પણ જુગારના અડ્ડા ચાલવા લાગી છે. થોડા સમયથી દિવસેને દિવસે મહિલા સંચાલિત જુગારધામ પકડાયાના સમાચાર પ્રસરી રહ્યા છે. ત્યારે રાજકોટમાંથી જ વધુ એક મહિલા સંચાલિત જુગારધામ પકડાયું છે. વાતાવરણમાં ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય રહ્યું છે. હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને વાતાવરણમાં અસહ્ય બફારો છે ત્યારે પત્તા પ્રેમીઓને જાણે બફારાની અસર ન થતી હોય તેમ જુગારની મોસમ જામી છે. ત્યારે રાજકોટમાં પોલીસ દરોડા સમયે એક મહિલા સંચાલિત જુગાર ધામ ઝડપાયું છે જેમાં જુગાર રમતા ૧૪ જાણને પોલીસે પકડી પડી છે અને તેમની પાસેથી કુલ ૧ લાખની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. મળતી માહિતી અનુસાર રાજકોટમાં મહિલા સંચાલિત જુગારધામ ધમધમી રહ્યું હતું જેની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે ત્યાં પત્તાં રમતા ૧૪ પત્તા પ્રેમીઓ પકડાયા હતા અને ૧ લાખનો મુદ્દામાલ પણ પોલીસે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.