March 21, 2025
અપરાધ

નવસારી: ચીખલીમાં RTI એક્ટિવિસ્ટની હત્યા મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી, મુખ્ય આરોપી હાલ પણ ફરાર!

નવસારીના ચીખલીમાં થોડા દિવસ પહેલા RTI એક્ટિવિસ્ટની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. માહિતી મુજબ, પોલીસે RTI એક્ટિવિસ્ટની હત્યાના કેસમાં ચીખલીના જ ત્રણ આરોપી શખ્સની પાલનપુર અને કલોલથી ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી ફરાર હોવાથી તેને પકડવા માટે શોધખોળ આદરી છે.

નવસારીના ચીખલીમાં મૂળ થાલા ગામના RTI એક્ટિવિસ્ટ વિનય પટેલ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ તેમનું બાઇક આંતરીને જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં માથા અને શરીરના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘાથી વિનય પલેટનું મોત નીપજ્યું હતું. જ્યારે હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. વિનય પટેલના પરિજનોએ આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. મામલાની ગંભીરતાને સમજી પોલીસે અલગ-અલગ ટીમ બનાવી આરોપીઓને પકડવા તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો.

પોલીસે LCB, SOG અને હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ લીધી 

હુમલાખોરોને પકડવા માટે પોલીસે LCB, SOG અને હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ લીધી હતી. પોલીસે હવે ત્રણ આરોપીઓની પાલનપુર અને કલોલમાંથી ધરપકડ કરી છે. પૂછપરછમાં આરોપીઓ ચીખલીના જ હોવાનું સામે આવ્યું હતું, જ્યારે તેમના નામ વશિષ્ટ પટેલ,  જીગ્નેશ પરમાર અને રાહુલ રબારી હોવાનું જણાયું હતું. તેમની સાથે અન્ય એક આરોપી પણ હતો જે હાલ ફરાર છે. તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં જ બે આરોપીને ઝડપી પાડ્યા છે.

Related posts

હંસપુરા પોલીસ ચોકીમાં ૧૫૧ કલમમાં લોકપમાં ન પુરવાનો ભાવ ૨૦૦૦₹, વકીલનો વહીવટ ૨૦૦૦ જેટલો

Ahmedabad Samay

બોપલ વિસ્તારમાં આવેલ સ્કાય સિટીમાં આવેલ Arcus સોસાયટીમાં બન્યો લૂંટનો બનાવ

Ahmedabad Samay

અમદાવાદના ઓઢવમાં ઘરઘાટી તરીકે રહીને દારૂની હેરાફેરી કરતી 17 વર્ષની સગીરાને પોલીસે ઝડપી

Ahmedabad Samay

અમદાવાદ: અસારવામાં લુખ્ખા તત્વોનો આતંક, દુકાનમાં પ્રવેશી વેપારીને પાઇપ વડે માર માર્યો, ઘટના CCTVમાં કેદ

Ahmedabad Samay

ગુજરાતમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો આવ્યો સામે,વિદેશ લઈ જવાની લાલચ આપી લવ જેહાદમાં ફસાવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી

Ahmedabad Samay

અમદાવાદ: ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે 36 કલાકનો પ્રવાસ કરી માસ્ટર માઇન્ડ કિરણ પટેલને અમદાવાદ લવાયો, આજે કોર્ટમાં રજૂ કરાશે!

admin

એક ટિપ્પણી મૂકો