ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ 209 રનથી હારી ગઈ હતી. આ હાર બાદ વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને કેપ્ટન રોહિત શર્માના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. આ ત્રણેય ખેલાડીઓ પૂર્વ ભારતીય દિગ્ગજ યુવરાજ સિંહ બાદ આ યાદીનો ભાગ બન્યા છે. આ અનિચ્છિત યાદીમાં ત્રણેય ખેલાડીઓએ યુવરાજ સિંહની બરાબરી કરી લીધી છે.
વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને કેપ્ટન રોહિત શર્મા એવા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયા છે જેઓ સૌથી વધુ ICC ફાઈનલ હારનારી ટીમોનો ભાગ રહ્યા છે. આ પહેલા ભારતીય ખેલાડી તરીકે આ યાદીમાં માત્ર યુવરાજ સિંહ હાજર હતો. પરંતુ હવે આ યાદીમાં જાડેજા, કોહલી અને રોહિત શર્મા પણ સામેલ થઈ ગયા છે. યુવરાજ સિંહની સાથે ચારેય ખેલાડીઓ ICC ફાઇનલમાં હારેલા 4નો ભાગ રહ્યા છે.
ભારતીય ખેલાડીઓ ઉપરાંત શ્રીલંકાના કુમાર સંગાકારા, તિલકરત્ને દિલશાન, મહેલા જયવર્દને અને લસિથ મલિંગા પણ આ યાદીમાં સામેલ છે. શ્રીલંકાના આ ખેલાડીઓ સૌથી વધુ ICC ફાઇનલમાં હારનારી ટીમનો ભાગ પણ રહી ચૂક્યા છે.
એવા ખેલાડીઓ કે જેઓ સૌથી વધુ ICC ફાઇનલમાં હારનાર ટીમનો ભાગ રહ્યા છે
રોહિત શર્મા – 4 વખત.
વિરાટ કોહલી – 4 વખત.
રવિન્દ્ર જાડેડા – 4 વખત.
યુવરાજ સિંહ – 4 વખત.
તિલકરત્ને દિલશાન – 4 વખત.
મહેલા જયવર્દને – 4 વખત.
લસિથ મલિંગા – 4 વખત.
ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લી આઈસીસી ટ્રોફી જીતી હતી.
ટીમ ઈન્ડિયાએ છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફી તરીકે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં 2013માં આઈસીસી ટ્રોફી જીતી હતી. ધોની બાદ વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન બન્યો અને હવે રોહિત શર્મા ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યો છે. વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ આઈસીસીની કોઈ ટ્રોફી જીતી નથી અને અત્યાર સુધી રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટ્રોફી મળી નથી. હવે ટીમ ઈન્ડિયા આગામી ટ્રોફી ક્યારે જીતે છે તે જોવું રસપ્રદ રહેશે.