ભૂતપૂર્વ દિગ્ગજ ભારતીય દોડવીર પદ્મશ્રી મિલ્ખા સિંઘ, જેમને ફ્લાઇંગ શીખ પણ કહેવામાં આવે છે, તેઓનું ગઈકાલે (18 જૂન) રાત્રે 11:30 વાગ્યે દુઃખદ નિધન થયું છે. ઓક્સિજન લેવલ ઘટવાના કારણે તેમને 3 જૂને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. 20 મેના રોજ તેઓનો COVID19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. થોડા દિવસો પહેલાજ તેમના પત્નીનું પણ દુઃખદ અવસાન થયું હતું