આજ રોજ મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ,
કાર્યક્રમની શરૂઆત સમાજના ધર્મ ગુરુ શ્રી પંદિરકર મહારાજના હસ્તે પૂજા અર્ચના કરી તેમના આશીર્વાદ લઇ શરૂઆત કરવામા આવ્યુ હતુ, https://youtu.be/TmSZbEWR6Igઆ કાર્યક્રમમા સમાજના સૌ બંધુઓ અને વિદ્યાર્થીઓએ ઉષ્માભેર ભાગ લીધો હતો અને સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા,
કાર્યક્રમમા વિદ્યાર્થીઓને નોટ બુક, કમપાસ, પેન-પેન્સિલ, રાઇટિંગ પેડ,પાણીની બોટલ, લંચબબોક્સ, ટ્રોફી, સર્ટિફિકેટ ફોલ્ડર અને સન્માન પત્ર આપવામા આવ્યુ હતુ, વધુમા બાળકોના ઉજ્જવળ ભવિષ્યમાટે સમાજના શિક્ષક વર્ગ વિજય દેવલેકરે અને દિપક સાવંત દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ,
ટ્રસ્ટના કાર્યકરો દ્વારા સમાજના તમામ બંધુઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને સમાજના તમામ બંધુઓને ટ્રસ્ટમા જોડાવાની અપલી કરી હતી સમાજને એકજૂઠ થવાની અપલી કરવામા આવી હતી.