September 13, 2024
ગુજરાત

ક્રાંતિકારી સંત મુનિરાજ શ્રી નિલેશ વિજયજી મહારાજને રાષ્ટ્રીય સંતની પદવી મળવા બદલ જૈન અજૈન તમામ ધર્મપ્રેમીઓએ અભિનંદન પાઠવ્યા

દેશની સૌથી મોટી સમસ્યા લવ જેહાદ અને જીવદયા માટે કામ કરનાર ક્રાંતિકારી જૈન સાધુ પૂ.નિલેશચંદ્ર વિજયજી મહારાજ સાહેબને અભિનંદન પાઠવ્યા હતા. અખિલ ભારતીય જૈન પત્રકાર સંઘના રાષ્ટ્રીય સ્થાપક પ્રમુખ હાર્દિક ના હસ્તે જૈન અજૈન મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સંતનું બિરુદ સ્મૃતિ પત્ર રૂપે આપવામાં આવ્યું હતું.

મોહન ખેડાના પ્રણેતા પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્દ વિજય શ્રી ઋષભ વિજયજી મહારાજના શિષ્ય શ્રી મુનિ શ્રી નિલેશચંદ્ર વિજયજી અને મુનિ શ્રી વિશ્વભૂષણ વિજયજી મહારાજ, શ્રી શાંતિનાથજી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ ડિલાઈ રોડ ખાતે ચાતુર્માસ કરવા પધાર્યા છે. મુનિ શ્રી નિલેશચંદ્ર વિજયજીએ જણાવ્યું કે આજે સમાજમાં એકતા લાવવાની ખૂબ જ જરૂર છે.

ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવી જોઈએ અને અમે તે કરીશું. સંતને રાષ્ટ્રીય સંતની ઉપાધિની જરૂર નથી પરંતુ આ સંઘના આશીર્વાદ છે. હું હાર્દિક હુંડિયા અને સંઘના તમામ લોકોને વિનંતી કરું છું કે હવે આપણે બધાએ એક થઈને આ દેશમાં લવ જેહાદ અને નિર્દોષ પ્રાણીઓની હત્યા બંધ કરાવવી જોઈએ, આપણે સૌ સાથે મળીને આ સમસ્યા નો રસ્તો કાઢીશું અને આ વસ્તુ થવી જ ના જોઈએ.

આ શુભ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી શ્રી ધર્મપ્રકાશ દાસજીએ પણ પોતાના મૂલ્યવાન વિચારો વ્યક્ત કર્યા હતા. સેવા ફાઉન્ડેશનના રમેશ જૈન, નેશનલ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્યુરો મહારાષ્ટ્રના જોઈન્ટ ડાયરેક્ટર દેવેન્દ્ર વખારિયા, પૂણેથી વરિષ્ઠ સામાજિક કાર્યકર કિશોર ભંડારી, યુનિયનના પ્રમુખ મદન કોઠારી, ઉદ્યોગપતિ મુકેશ મુથલિયા, અરિહંત ગ્રુપના દિનેશ ચૌહાણ, રાજકારણીઓ પ્રકાશ ચોપરા, રાકેશ નાહર, ભારતના અચલગચ્છ સંઘ નાં મંગલ શેઠ, વિશ્વ હિન્દુ પરિષદના દિનેશ જૈન, ખેતલાજીના પ્રખર ભક્ત પ્રવીણ જૈન, કિશોર રામાણી, લલિત શાહ તેમજ પ્રખ્યાત ગાયક અરવિંદ જૈને સૌને ભક્તિમાં મંત્રમુગ્ધ કર્યા હતા.

ક્રાંતિકારી સંત મુનિરાજ શ્રી નિલેશ વિજયજી મહારાજને રાષ્ટ્રીય સંતની પદવી મળવા બદલ જૈન અજૈન તમામ ધર્મપ્રેમીઓએ અભિનંદન પાઠવ્યા હતા. હાર્દિક હુંડિયાએ કહ્યું કે આટલી નાની ઉંમરમાં દેશ અને ધર્મ પ્રત્યેના અમૂલ્ય કાર્ય માટે રાષ્ટ્ર સંતનું બિરુદ મેળવનાર તે પ્રથમ સંત છે.

Related posts

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશજીની આરતી કરાઇ

Ahmedabad Samay

મહામારી માં રાહતના સમાચાર, ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો

Ahmedabad Samay

શ્રી રાજપૂત કરણી સેના રાજકોટ દ્વારા “પૃથ્વીરાજ” ફિલ્મના નિર્માતા – નિર્દેશન – લેખક વિરૂધ્ધ કાર્યવાહીની માંગ

Ahmedabad Samay

યુગાન્ડાના હાઇ લેવલ બિઝનેશ ડેલીગેશન  તા. ૨૪ મીથી ગુજરાતની મુલકાતે.

Ahmedabad Samay

ચંદ્રમોહન ગંગાધર શર્મા ને કેડીલા ફાર્મા કંપની દ્વારા સન્માનિત કરાયા

Ahmedabad Samay

એલ.જી. હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તનપાન દિવસ નિમિત્તે માતાઓને સ્તનપાન કૌશલ્ય અંગે માર્ગદર્શન અપાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો