“રોયલ બીચ સિટી ધ ગોવા” પ્લોટીંગ સ્કીમના બિલ્ડર્સ સાથે છેતરપીંડી કરનાર હિમાંશુ પટેલની ધરપકડ કરતી અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચ
૨૦૧૧ થી આજદિન સુધી,સિંધુભવન રોડ, હોટલ મેરીયોટ સામે, શિલ્પ -૩, ઓફિસ નં.૧૦૧ ફરિયાદીશ્રીની જુની ઓફિસ ખાતે મિટીંગો કરી ધોળકા ગણેશપુરા ગામ પાસે રોયલ બીચ સીટી ધ ગોવા નામની પ્લોટીંગ સ્કીમમાં ૫૦૦ જેટલા પ્લોટ વેચાણ કરી અપાવવા માટે વિશ્વાસ કેળવી પ્રોજેકટમાં ભાગીદાર તરીકે જોડાવા માટે સી.જી.રોડ, અગ્રવાલ કોમ્પલેક્ષ માં સેકન્ડ ફ્લોર ઉપર આવેલ એકતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની (બે) જોઇન્ટ ઓફિસ આપવાનુ કહી તેમજ ૨૫ હપ્તેથી કુલ રૂ. ૨૪, ૦૦,૦૦૦/- મેળવી ઓફિસના દસ્તાવેજ નહી
કરી આપી તેમજ ૪૦૦ પ્લોટ વેચાણ કરી આપેલ નહી તેમજ ખેરાલુ ખાતે બે દુકાનો આપવાનુ જણાવી મૌલિન શાહ નામની વ્યક્તિને રૂ.૧૫,૦૦,૦૦૦/- નો પ્લોટ અપાવી દઇ સાથે કુલ કિ.રૂ.૩૯,૦૦,૦૦૦/- ની વિશ્વાસઘાત છેતરપીંડી કરેલ હતી,
અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવતા જાણવા મળેલ કે,ધોળકા ખાતેના રોયલ બીચ સીટી ધ ગોવા નામની પ્લોટીંગ સ્કીમમાં ૫૦૦ જેટલા પ્લોટ વેચાણ કરી અપાવવાના બહાને ભાગીદારીમાં જોડાયેલ,
• ભાગીદારીના ઇન્વેસ્ટ પેટે આપવાની રકમના બદલામાં સી.જી.રોડ ખાતેની પોતાની ઓફિસ
આપવાનુ જણાવી ઓફિસનીની કિંમતની બાકીની રકમ રૂ.૨૫,૦૦,૦૦૦/- ફરિયાદીશ્રી પાસેથી મેળવી લઇ આજદિન સુધી ઓફિસ પણ આપેલ નહી,
• ખેરાલુ ખાતેની ૨ દુકાનો આપવાનુ જણાવી મૌલિન શાહ નામની વ્યક્તિને પ્લોટ ફાળવી દીધેલ છે બાદ ફરિયાદીશ્રી ને જાણવા મળેલ કે ખેરાલુ ખાતે હિંમાશુ પટેલની કોઇ દુકાનો કે મિલકત નથી.
ફરિયાદીશ્રી પોતાના રૂપિયા પરત માંગે અથવા ઓફિસનો દસ્તાવેજ કરી આપવા જણાવે ત્યારે ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપવા લાગેલ,
• આ સિવાય હિમાંશુ પટેલે આવા બીજા કોઇ પ્રોજેકટોમાં ઇન્વેસ્ટ કરવાના બહાને છેતરપીંડી કરેલ છે કે કેમ? તે દિશામા આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે,
• મોડસ ઓપરેન્ડસી:- આરોપી હિમાંશુ પટેલ જુદા જુદા પ્રોજેકટો કે જાહેરાતો આધારે પોતાના નામનો કોઇ પ્રોજેકટનુ પ્રેજન્ટેશન બનાવી રોકાણકારોને બતાવી તે આધારે વિશ્વાસ કેળવી પ્રોજેકટની આજુબાજુના જમીનદાર કે ખેડુતોને પણ મોટુ ઇન્વેસ્ટમેન્ટ આવવાનુ છે, આ જગ્યાએ મોટુ ડેવલપમેન્ટ થવાનુ છે તેમ જણાવી જમીન વેચાણ કરવા પ્રેરિત કરે છે બાદ બહારના રોકાણકારોને લાવી તે જમીન ઉંચા ભાવે વેચાણ કરાવી આપી પોતાનુ કમિશન મેળવે છે,
જો કોઇ ઇન્વેસ્ટરો આ બાબતે વિરોધ કરે ત્યારે પોતે મોટી રાજકીય વગ ધરાવતો હોવાની અને ખેડુતો માં પોતાનું વર્ચસ્વ હોય ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપવાની ટેવવાળો છે.