ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોલા સિવિલ હોસ્પિટલમાં અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો અને પરીવારજનોની મુલાકાત લઈ સાંત્વના આપી હતી. મોડી રાત્રે 9 લોકોના મોત જેગુઆરે કચડતા નિપજ્યા છે. આ મામલે પ્રેસ મીડિયાને સંબોધતા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, અકસ્માતમાં 9ના મોત મામલે સપ્તાહમાં ચાર્જસીટ કરાશે, દિકરાની સાથે બાપ સામે પણ કેસ કરાશે. જે ત્યાં જઈને સામાન્ય લોકો સાથે ઝઘડો કરી ધમકી આપતો હતો.
હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, મોડી રાત્રે એસજી હાઈવે પર બ્રિજ પર એક મહિન્દ્રા થાર ગાડી જે 17 વર્ષનો યુવક ગાડી ચલાવતા અકસ્માત થાય છે. લોકલ પોલીસના બે જવાનો ઘટનાની માહિતી લેવા તેમજ જખમી થયેલા લોકોની સારવાર માટે પહોંચે છે. જ્યાં રસ્તા પરથી પસાર થતા આ અકસ્માતમાં કોઈ જખમી હોય તો તેને સારવાર આપી શકાય તે માટે મદદ કરવા ઉભા રહે છે.
તથ્યએ મોજ શોખ માટે રેસિંગ ટ્રેકની જેમ કાર ચલાવી અકસ્માત કર્યો
ખૂબ જ દુખદ વાત છે કે, અમદાવાદ શહેરના એક યુવાન તથ્ય પ્રજ્ઞેશ પટેલ જે ગોતા વિસ્તારમાં રહે છે. તેમની પોતાની મોજ શોખમાં તેમના અનેક મિત્રો જોડે ગાડીમાં રાહદારી માટે બનાવેલો રોડ રેસિંગ ટ્રેકની ઝડપે ચલાવે છે જ્યારે એ ગાડીએ એક્સિડન્ટ જોવા માટે ઉભા રહેલા લોકો અને ગુજરાત પોલીસના બે જવાનો સહીત તમામ પર ગાડી ફેરવી. 9 લોકો મૃત્યુ પામ્યા છે તેમાં યુવાનો સામેલ છે. તથ્ય પટેલ જેને હોસ્પિટલ લઈ જવાયો છે. ડૉક્ટર પરમિશન આપશે ત્યારે કાર્યવાહી કરાશે, તત્કાલ ધરપકડ કરીને પગલા ભરાશે.
5 પીઆઈએ, 3 ડીસીપી, જોઈન્ટ સીપી અને સીપી આજે સોંપશે રીપોર્ટ
તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ જેમની અન્ય કેસમાં ભૂતકાળમાં સંડોવણી થઈ છે. ત્યાં સ્થળ પર જઈને સામાન્ય નાગરીકો જોડે માથાકુટ, ધમકીનો ગૂનો દાખલ કરાશે. એ સિવાયના યુવાનો કારમાં હતા તેમની શોધખોળ ચાલી રહી છે. આજે સોલા સિવિલ હોસ્પિટલમાં જઈને મૃતકના પરીવારજનોને મળ્યો છું. આજે સીએમની સૂચનાથી અમૂક વિષયો નક્કી કરાયા છે. આ ઘટનાની તપાસમાં 5 પીઆઈએ, 3 ડીસીપી, જોઈન્ટ સીપી અને સીપી ઘટનાનું નિરીક્ષણ કરી રહ્યા છે. આજે 5 વાગ્યા પહેલા રીપોર્ટ મળી જશે. પોસ્ટમોર્ટમના રીપોર્ટ મળી જશે. તત્કાલીક રીપોર્ટ એફએસલનો આવશે.
બેઉ બાપ દિકરા કે જેમને સામાન્ય પરીવારની ખુશી છીનવી
આ કેસમાં એક સપ્તાહમાં ચાર્જસીટ કરાશે અને ફાસ્ટટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવશે. રાહદારીઓ માટે રોડ બનાવ્યા છે તેને રેસિંગ ટ્રેકની જેમ ઉપયોગ ન કરે તે નક્કી કરાયું છે. મોસ્ટ અર્જન્ટ મોસ્ટ સિવિયર કેસ છે. આ દિશામાં તત્કાલિક કામગિરી કરાશે. તમામ કામગિરી શરુ કરાઈ છે. કાલ સાંજ સુધીમાં રીપોર્ટ મેળવીને આ ચાર્જ સીટ પૂર્ણ કરીને બેઉ બાપ દિકરા કે જેમને સામાન્ય પરીવારની ખુશી છીનવી છે ત્યારે પિતા દ્વારા દાદાગિરી ત્યાં જઈને કરવામાં આવશે તે મામલે કાર્યવાહી કરવામાં આવશે.
મને દુખ છે કે આ વકીલ પાસે ડીગ્રી છે
વકીલે અકસ્માતે બનેલા ગુનામાં નિવેદન આપતા આ મામલે ગૃહ મંત્રીએ કહ્યું કે, મને દુખ છે કેઆ વકીલ પાસે ડીગ્રી, આ પ્રકારના સ્ટેટમેન્ટ આપે તે અતિ દુખદ વાત છે. છેલ્લા 4 મહિનાથી રોડ સેફ્ટીની અનેક બેઠકોમાં સરખેજ ગાંધીનગર હાઈવે પર વધુ સેફ્ટીથી કામ કરી શકાય તે માટે મહત્વના નિર્ણય લીધા છે. સેફ્ટી માટે કામગિરી કરાશે. આ રાજ્યના ગૃહ મંત્રી તરીકે વિનંતી કરું છું. બાળકોને મોંઘી ગાડીઓ અપાવો પરંતુ રોડને રેસિંગ ટ્રેકની જેમ ચલાવે છે તો તેને રોકવાની જવાબદારી તમારી છે. મોજ મસ્તી માટે લોકોના જીવ નથી લઈ શકાતા. અમે કડક પગલા ભરીશું પરંતુ બાળકોને આ પ્રકારની છૂટ આપીએ છીએ તેના કારણે અન્ય માતા પિતાના બાળકો ગુમાવવા પડી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં ડ્રંક એન્ડ ડ્રાઈવનો ટેસ્ટ કરાયો છે. તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. અમારા ઘરોમાં પણ બાળકો છે આ વિષય સાથે આત્મિયતા જોડાયેલી છે. આ બાબતમાં છટકબારી ન રહે તે માટે કામ કરીશું. રોડ પર સ્ટંટ કરી, ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવતા નબીરાને પકડી સબક શિખવવામાં આવી રહ્યા છે. આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ ઉપરોક્ત વાત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ મીડિયા સમક્ષ કહી હતી.