મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા ગાંધીનગરથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને કરી
હતી.
જૂનાગઢ માં ભારે વરસાદ થી સર્જાયેલી સ્થિતિ ને પગલે મુખ્ય મંત્રી રાજકોટનો તેમનો પ્રવાસ ટુંકાવી હવાઈ માર્ગે અમદાવાદ પહોંચ્યા હતા અને ત્યાંથી વરસતા વરસાદમાં સીધા જ ગાંધીનગર સ્ટેટ કન્ટ્રોલ રૂમ આવ્યા હતા. મુખ્યંત્રીએ જૂનાગઢ જિલ્લા કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સ કરીને સ્થિતિ નો તાગ મેળવ્યો હતો.
જૂનાગઢ શહેર માં જ્યાં વધુ પાણી ભરાયાં છે ત્યાંના લોકો ને સલામત સ્થળે ખસેડવા માટેના પ્રબંધ અંગે તેમજ પાણી ગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ્સ વગેરે પહોચાડવા ની વ્યવસ્થા અંગે તેમણે જાણકારી મુખ્યમંત્રી એ મેળવી હતી. આ સમીક્ષા બેઠક માં મુખ્ય સચિવ રાજકુમાર, મહેસૂલ વિભાગ ના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, જિલ્લા પ્રભારી સચિવ મનીષ ભારદ્વાજ તેમજ રાહત કમિશનર આલોક પાંડે જોડાયા હતા,
જૂનાગઢ કલેકટર અનિલ રાણા વસિયા તેમજ કમિશનર રાજેશ તન્ના પોલીસ અધિક્ષક તેજા એ સ્થાનિક તંત્ર એ કરેલી તત્કાલ અને સમયસરની કામગીરીની માહિતી આપી હતી.
ખાસ કરીને ગઈકાલે જૂનાગઢમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી મોડી રાત્રે પણ વરસાદ ખાબક્યો હતો જેના કારણે જૂનાગઢની સ્થિતિ ભારે મુશ્કેલ બની છે. જ્યાં જૂઓ ત્યાં પાણઈ જ પાણી જોવા મળી રહ્યું છે.