તથ્ય પટેલે જે અકસ્માત સર્જ્યો છે તે ભયાનકતા હજૂ પણ લોકોના દિમાગમાંથી જતી નથી. ત્યારે આ મામલે પોલીસની પૂછપરછમાં કેટલીક ગંભીર વિગતો સામે આવી રહી છે. થારથી અકસ્માત કરવા મામલે પણ ગુનો દાખલ કરાયો છે.
તથ્યએ સ્વિકાર્યું હતું કે, તે સ્પીડમાં કાર ચલાવતો હતો અને બ્રેક મારવાનું ભૂલી ગયો હતો. પોલીસ સમક્ષ તેણે કહ્યું કે, બ્રિજ પર ચડતા સમયે બે વાર ડીપર મારી પરંતુ અકસ્માત પહેલા બ્રેક મારવાનું ભૂલી ગયો. ત્રણ દિવસના પોલીસના રીમાન્ડ દરમિયાન કેટલીક મહત્વની વિગતો સામે આવી છે.
રીમાન્ડ દરમિયાન પોલીસની કાર્યવાહી
આ મામલે પોલીસે 3 લોકોના નિવેદન પણ લીધા છે.
જેગુઆર કારની મિકેનીકલ રીતે તપાસ કરવામાં આવી રહી છે.
સાક્ષીઓના નિવેદન નોંધાયા
મૃત્યુ પામેલાના નિવેદન લેવાયા
આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ જારી
તથ્ય પટેલની મધરનું પણ નિવેદન લેવામાં આવ્યું.
3 જુલાઈએ થારથી અકસ્માત કર્યો હોવાની પણ વિગતો સામે આવતા આ મામલે પૂછપરછ કરાતા તેણે આ વાતની કબૂલાત કરી હતી. સ્પીડ માટે અલગ અલગ વાત કહે છે. પૂછપરછમાં અલગ અલગ નિવેદન આપ્યા છે. થાર ગાડી સવારે 3.30થી 3.45 દરમિયાન ચલાવતો હતો ત્યારે આ ઘટના બની હતી.
આ મામલે હર્ષ સંઘવીએ કહ્યું કે, નિયમોનો છેદ ઉડાડનાર તથ્ય પટેલ સામે જૂના અકસ્માત મામલે રેસ્ટોરન્ટના માલિકને બોલાવીને તેમની અરજી લઈને તત્કાલિક એફઆઈઆર કરવામાં આવી છે. માતા પિતાએ બાળકોના મોજ શોખ તેમના ઘર પૂરતા સિમિત રાખવા જોઈએ. રાજ્યના રસ્તાઓને રેસિંગ ટ્રેક બનાવનારને કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં નહીં આવે તેમ તેમણે કહ્યું હતું. અગાઉ આ મામલે ગૃહ મંત્રીએ ચેતવણી આપી હતી અને માતા પિતાને જેઓ મોંઘી ગાડીઓ તેમના સંતાનોને અપાવે છે પરંતુ તેઓ એ ભૂલી જાય છે કે, આ રસ્તાઓ રેસિંગ ટ્રેક નથીય જેથી ફરીથી આ મામવે ચેતવણી આપતી વાત તેમણે કહી હતી.