ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ વરસાદના કારણે ડ્રો થઈ ગઈ. મેચના છેલ્લા દિવસે વરસાદ વિલન બની ગયો અને એક પણ બોલ ન ફેંકી શકાયો, પરંતુ ટીમ ઈન્ડિયાએ શ્રેણી 1-0થી જીતી લીધી. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ મોટું નિવેદન આપ્યું છે.
કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે દરેક જીત અલગ હોય છે. વેસ્ટ ઈન્ડિઝમાં રમવાના પોતાના પડકારો છે, જે રીતે વસ્તુઓ ચાલી તેનાથી ખુશ છું, પરંતુ અમે વરસાદને કારણે રમી શક્યા નહીં. તમે જાણો છો કે અંતમાં બેટિંગ કરવી કેટલી મુશ્કેલ હોય છે. અમે હંમેશા તે પ્રકારનો સ્કોર ઇચ્છતા હતા જ્યાં વિરોધી ટિમ તેના માટે આગળ વધે.
આ ખેલાડીઓની પ્રશંસા કરી
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે હું મોહમ્મદ સિરાજને નજીકથી જોઈ રહ્યો છું. તેણે આટલું મોટું પગલું ભર્યું છે. તે બોલિંગ લાઇન-અપનું નેતૃત્વ કરી રહ્યો છે, પરંતુ હું નથી ઈચ્છતો કે કોઈ એક ખેલાડી લીડ કરે, જ્યારે બોલ બોલરના હાથમાં હોય, ત્યારે દરેક વ્યક્તિ આગળ વધે અને સમગ્ર પેસ બેટરીની જવાબદારી લેવી જોઈએ. તમારા ઇશાન કિશન જેવા લોકોની જરૂર છે. અમે ઝડપી રન ઇચ્છતા હતા તેથી તેને ઓર્ડરમાં ઉપર મોકલ્યો અને તેણે કોઈપણ ડર વિના શાનદાર બેટિંગ કરી. ટેસ્ટ મેચોમાં, તમારે એવા લોકોની જરૂર હોય છે જે વિરાટ કોહલીની જેમ ઈનિંગ્સને સ્થિર કરી શકે. તે શાનદાર રીતે રમ્યો. તમારે દરેક વસ્તુના મિશ્રણની જરૂર છે.
ફિલ્ડિંગમાં સુધારાની જરૂર
રોહિત શર્માએ કહ્યું કે અમે યોગ્ય જગ્યાએ છીએ. હું હંમેશા એક ટીમ તરીકે વધુ સારું થવામાં માનું છું. મેં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પછી પણ કહ્યું હતું. અમે સતત ક્રિકેટ રમી રહ્યા છીએ અને રમતના ત્રણેય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ. અમારે સારું ફિલ્ડિંગ યુનિટ બનાવવાની જરૂર છે. બોલરો દબાણને કેવી રીતે હેન્ડલ કરે છે. જયારે બેટ્સમેન મુશ્કેલ પરિસ્થિતિઓમાં કેવી માનસિકતા સાથે ઉતરે છે. હું આ જ વસ્તુની રાહ જોઈ રહ્યો છું.
રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ શ્રેણીમાં શાનદાર બોલિંગ કરી. તેણે બે ટેસ્ટ મેચમાં કુલ 15 વિકેટ લીધી. આ ઉપરાંત યુવા યશસ્વી જયસ્વાલે પણ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં જ સદી ફટકારીને ટીમને જીત અપાવી. તે પોતાની સારી બેટિંગથી બધાને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો.