રીક્ષા અને બસોમાં મુસાફરો પાસેથી લૂંટ કરતી ગેંગ આખરે ઝડપાઈ છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે આ ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. બીઆરટીએસ બસમાં જતા સિનિયર સિટીજન મહિલાના પર્સમાંથી નજર ચૂકવીને દોઢ લાખના સોનાના નેકલેસની ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
આ મામલે માલતી ગાયકવાડ અને રામેશ્વરી ગાયકવાડની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને મહિલાઓ પાસેથી પોલીસે ચોરાયેલું સોનું કબ્જે કર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર એક એક લાખથી વધુની કિંમતનો સોનાનો નેકલેસ કબજે કરાયો છે.
જો કે, આ સિવાય રીક્ષામાં પેસેન્જરને બેસાડીને ચોરીનો મામલો પણ સામે આવ્યો છે. આ પ્રકારે ચોરીના બે ગુનાઓ દાખલ થયા હતા. બે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ ઝડપતા તેમની પાસેથી રીક્ષા અને રોકડ તેમજ મુદ્દામાલ સહીત 3 લાખ કબજે કરવામાં આવ્યા છે.
ખાસ કરીને રીક્ષામાં મુસાફરોને બેસાડીને તેમની સાથે છેતરપિંડી કરી રુપિયા કાઢી લેતા હતા.અસલમ અને ભૂપેન્દ્ર નામના બે આરોપીઓએ કે જેઓ આઠેક દિવસ અગાઉ ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસેથી એક મુસાફરના થેલામાંથી 88 હજાર કાઢી લીધા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ બન્ને ગુનાના આરોપીઓ પકડાયા છે.