અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.જંક્શન પરના દબાણ, પ્લોટમાં થયેલ દબાણ અને બિન-પરવાનગીના બાંધકામો દૂર કરવાની ઝૂંબેશ ચાલી રહી છે.
જે અંતર્ગત પૂર્વ ઝોન હદ વિસ્તારમાં આવતા બી.આર.ટી.એસ. રૂટમાં સારંગપુર બ્રીજથી બાર્સેલોના સર્કલ, ઠક્કર બાપાનગર ચાર રસ્તાથી જશોદાનગર ચાર રસ્તા સુધીના બંને સાઈડની કોરીડોર પરથી દબાણો દૂર કરાયા હતા.
જેમાં કોર્મશિયલ શેડ, લારી, કાઉન્ટર, ખુરશી, તાડપત્રી, પરચુરણ માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. દબાણકર્તાઓ પાસેથી રૂ.૨,૭૦૦ અને ૨૫-નંગ વ્હીકલ ને લોક મારી રૂ.૧૧,૦૦૦ વહીવટી ચાર્જ પણ વસુલ કરવામાં આવ્યો હતો. આમ પૂર્વ ઝોનના પૂર્વ ઝોન હદ વિસ્તારમાં આવતા બી.આર.ટી.એસ. રૂટ પરની આ કામગિરી કડકાઈથી કરવામાં આવી હતી.
આગામી દિવસોમાં પણ ટી.પી. રસ્તા પરના દબાણ, જંક્શન પરના દબાણ, મ્યુનિ.રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ, બિન-પરવાનગીના બાંધકામો તેમજ બોર્ડ, બેનરો દુર કરવાની કાર્યવાહી જારી રાખવામાં આવશે.
કોર્પોરેશન દ્વારા આ સતત ચાલતી ઝૂંબેશ છે જેમાં પૂર્વથી લઈને પશ્ચિમ વિસ્તારોમાં અનઅધિકૃત પાકા મકાનો, કોમર્શિયલ એકમો પણ ધરાસાયી કરવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી બાદ આ ઝૂંબેશ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત પોલીસને સાથે રાખીને સંવેદનશિલ વિસ્તારમાં કામ કરાતું હોય છે.