ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ કોન્ટેસ્ટ 2020 દ્વારા સ્માર્ટ સિટી અમદાવાદ ને બે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા
ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ કોન્ટેસ્ટ 2020 યોજવામાં આવ્યો. આ કોન્ટેસ્ટ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત શરૂ કરાયેલી મહત્વપૂર્ણમાની એક પ્રક્રિયા છે. જ્યાં ઇનોવેશન, ઇમ્પેક્ટ અને રેપ્લિકેબિલિટી આધારે શહેરની વ્યૂહરચનાઓ પ્રોજેક્ટ અને આઈડિયાને માન્યતા આપવામાં આવે છે. જેમાં ભારતના 100 સ્માર્ટ સીટી ભાગ લે છે.
ફેબ્રુઆરી 2020 માં આ સ્પર્ધા જાહેર કરવામાં આવી હતી. જેમાં સ્માર્ટ સિટી અમદાવાદ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જે સ્પર્ધામાં 1. પ્રોજેક્ટ એવોર્ડ, 2. ઇનોવેશન એવોર્ડ અને 3. સીટી એવોર્ડ એમ ત્રણ પ્રકારના એવોર્ડની કેટેગરી હોય છે. જેમાં ભાગ લેવા માટે સ્ટેજ 1 અને સ્ટેજ 2 એમ બે ભાગમાં નિયત કરાયેલ અલગ અલગ ક્રાઇટેરિયા મુજબ નોમિનેશન કરવાનું હોય છે.
સ્પર્ધા હેઠળ આ વર્ષે શહેરોને સ્માર્ટ સિટી મિશન ને પ્રોત્સાહન આપવાના આઈડિયા અને બિલ્ડીંગ સિટીઝ ફોર પીપલ ને આધારે એવોર્ડ આપવામાં આવે છે. જેમાં સ્ટેજ 1 માં શોર્ટલિસ્ટ થયા બાદ સ્ટેજ 2 માં વિવિધ પ્રકારના પ્રોજેક્ટ અંગે 7 અર્બન થીમમાં કુલ 9 પ્રોજેક્ટનુ નોમિનેશન કરવામાં આવ્યું હતું. સ્ટેજ 2 માં isac 2020 ટિમ દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન મારફતે વેલ્યુએશન કરવામાં આવ્યું.
કોન્ટેસ્ટમાં વિવિધ તબક્કાના ઇવેલ્યુએશન થયા બાદ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ ઓફ અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ કોન્ટેસ્ટ 2020 દ્વારા સ્માર્ટ સિટી અમદાવાદ ને બે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. જેમાં સ્માર્ટ સિટી લીડરશીપ એવોર્ડ્સમાં સ્માર્ટ સિટી અમદાવાદ ની પ્રથમ ક્રમાંકનો એવોર્ડ એનાયત કરાયો જ્યારે કોન્ટેસ્ટમાં પ્રોજેક્ટ એવોર્ડ કેટેગરીમાં સબ કેટેગરીમાં અર્બન મોબિલીટી થકી સ્માર્ટ પાર્કિંગ અમદાપાર્ક પ્રોજેક્ટને ત્રીજા ક્રમાંકનો એવોર્ડ એનાયત કરાયો