ગુજરાતમાં આગામી 5 દિવસ હળવા વરસાદી ઝાપટા જોવા મળશે. જો કે, અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે.
અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયું વાતાવણ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે વહેલી સવારે સામાન્ય છૂટક વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. અમદાવાદમાં અત્યાર સુધી સરેરાશ 25 ઈંચ જેટલો વરસાદ આ સિઝનનો નોંધાઈ ચૂક્યો છે. ત્યારે વધુ વરસાદ આગામી સમયમાં જોવા મળશે. જો કે, આખા જુલાઈ મહિના દરમિયાન વરસાદી માહોલ શહેરમાં જોવા મળ્યો છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહીતના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રીય થઈ છે. હવામાન વિભાગ પ્રમાણે ઓગષ્ટ અને સપ્ટેમ્બર પ્રમાણે સામાન્ય વરસાદ રહેશે. રાજ્યમાં સિઝનનો 92 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતમાં લાઈટ વરસાદ રહેશે તો કેટલાક વિસ્તારોમાં બનાસકાંઠા, અરવલ્લીના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અન્ય વિસ્તારમાં સામાન્ય વરસાદ રહેશે.