January 19, 2025
ગુજરાત

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 124મું અંગદાન, બે કિડની અને એક લીવરનું દાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિશ્વ આદિવાસી દિવસની વહેલી સવારે એક અંગદાતા પત્નીએ પોતાના બ્રેઇનડેડ પતિ સુરેન્દ્રસિંહનું અંગદાન કર્યું છે. આ અંગદાનમાં બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. જે જરુરિયાતમંદ દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

વિગતો એવી છે કે, પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા ૪૫ વર્ષીય સુરેન્દ્રસિંહ ભંડારીને ૫ મી ઓગષ્ટે માર્ગ અકસ્માત નડ્યો. આ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજાઓ
પહોંચી.જેથી સઘન સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલમાં ૩ દિવસની સારવારના અંતે તેઓ બ્રેઇન ડેડ જાહેર કરાયા.

બ્રેઇનડેડ જાહેર થતાં સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર્સે તેમના પત્ની સહિત તમામ પરિવારજનોને અંગદાન માટેની સમજ આપી.જેનુ પરિણામ એવું મળ્યું કે પત્નિએ જ પતિના
અંગોનું દાન કરીને જરુરિયાતમંદોને નવજીવન આપવાનું નક્કી કર્યું.

અંગોના રીટ્રાઇવલની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી જેને જરુરીયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.
સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશી જણાવે છે કે, સિવિલ હોસ્પિટલમાં થયેલ ૧૨૪ અંગદાનમાં કુલ ૪૦૦ અંગો મળ્યા છે. આ ૧૨૪ અંગદાતાઓએ સમાજના અનેક લોકોને
અંગદાનની આ મુહિમમાં જોડ્યા છે. આજે અનેક લોકો આ અંગદાનના સેવાકાર્યથી પ્રેરિત થયા છે.

Related posts

વર્ષના અંતિમ માસમાં ચાર મોટા બદલાવ થવા જઇ રહ્યા છે

Ahmedabad Samay

રેશનકાર્ડ પર હવે મફતમાં ચોખા નહીં મળે. તેના બદલે હવે સરકાર 9 જરૂરી વસ્તુઓ આપશે

Ahmedabad Samay

અમદાવાદના આનંદનગરમાં ૨૫ મકાન બળીને થયા ખાક

Ahmedabad Samay

બેન્ક ઓફ બરોડામાં હવે ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ દ્વારા ૩૦ મિનિટમાં હોમ લોન, કાર લોન

Ahmedabad Samay

મુખ્યમંત્રીશ્રીએ રાત્રિ કરફયુ વધુ ૧૭ નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યો

Ahmedabad Samay

મેઘાણીનગરમાં બે પ્રેમીઓ એ ગળે ફાસો ખાઈ કરી આત્મહત્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો