March 2, 2024
ગુજરાત

અમદાવાદ – HIV પોઝિટિવ, પીડિત, નિરાધાર મહિલાઓ માટે અગત્યનું આશ્રયસ્થાન બન્યું ઓઢવનું નારી સંરક્ષણ ગૃહ

વસુધૈવ કુટુમ્બકમના સૂત્ર સાથે ભારતના યજમાન પદે યોજાઈ રહેલી G20 સમિટ અંતર્ગત ગુજરાતના આંગણે મહિલા સશક્તિકરણ પરિષદ યોજાઈ રહી છે ત્યારે આજે વાત
કરવી છે રાજ્ય સરકારના મહિલા સશક્તિકરણના કર્મધ્યેયને વાચા આપતાં નારી સંરક્ષણ ગૃહોની. રાજ્યભરમાં પીડિત, લાચાર, મનોદિવ્યાંગ, નિરાશ્રિત મહિલાઓ માટે કુલ ૧૦ નારી
સંરક્ષણ ગૃહો કાર્યરત છે. જેનું સંચાલન રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

રાજ્યમાં આવેલા કુલ ૧૦ નારી સંરક્ષણ ગૃહો પૈકી અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલું નારી સંરક્ષણ ગૃહ પીડિત, મનોદિવ્યાંગ અને HIV પોઝિટિવ નિરાધાર મહિલાઓ માટે
અગત્યનું આશ્રયસ્થાન બન્યું છે. વર્ષ ૧૯૬૩ થી કાર્યરત એવું આ નારી સંરક્ષણ ગૃહ પહેલાં ધરેલુ હિંસાથી પિડીત, અનાથ આશ્રયની જરૂરિયાત વાળી, સામાજીક બહિષ્કાર અથવા દેહ
વિક્રય કરવામાં આવતી અને નૈતિક રીતે ભયમાં મૂકાયેલ ૧૮ થી ૫૯ વર્ષની બહેનો માટે કાર્ય કરતું હતું.

ત્યારબાદ વર્ષ ૨૦૧૬માં આ ગૃહને માનસિક દિવ્યાંગ અને HIV પોઝીટીવ બહેનો માટેના આગવા આશ્રયસ્થાન તરીકે જાહેર કરવામાં આવેલ છે. જેમાં ૧૮ થી ૫૯ વર્ષના
માનસિક દિવ્યાંગ અને HIV પોઝીટીવ બહેનોને આશ્રય આપવામાં આવે છે. મહિલાઓ સાથે ૧૪ વર્ષ સુધીની દિકરી તથા ૬ વર્ષ સુધીના પુત્રને પણ આશ્રય આપવામાં આવે છે.

આ સંદર્ભે અમદાવાદ જિલ્લાના મહિલા અને બાળ અધિકારી શૈલેષભાઈ અંબારિયાએ જણાવ્યું હતું કે, હાલમાં ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાં કુલ ૫૮ બહેનો આશ્રિત છે, જેમાં ૪૫ મનોદિવ્યાંગ બહેનો તથા ૭ ART (HIV AIDSની સારવાર) બહેનો અને ૬ બાળકો સામેલ છે. વર્ષ ૨૦૧૬ થી આજદિન સુધીમાં ૩૪૭ બહેનોને આશ્રય આપવામાં આવ્યો છે અને
૨૮૯ બહેનોનું પરિવાર સાથે પુન:સ્થાપન કરાવવામાં આવ્યું છે.

આશ્રિત મહિલાઓ અને બાળકોને તમામ પ્રકારની સુવિધાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. મનોદિવ્યાંગ અને HIV પોઝીટીવ મહિલાઓ દુર્વ્યવહાર અને ભેદભાવથી
મુક્ત બનીને વસવાટ કરી શકે અને તેમને સલામત આશ્રયસ્થાનનો અનુભવ થાય તે પ્રકારે તેમને ગૃહમાં સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

સંસ્થાના મેનેજર પ્રિયંકાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે, નિવાસી મહિલાઓને સલામતીભર્યાં વાતાવરણમાં નવા કૌશલ્યો શીખવાડીને કૌશલ્ય વર્ધન દ્વારા તેમના પડી
ભાંગેલા જીવનમાં આત્મનિર્ભરતાના રંગ ભરવાના પ્રયાસો પણ નારી સંરક્ષણ ગૃહમાં કરવામાં આવે છે. આશ્રિત મહિલાઓની સ્વમદદની ક્ષમતા વધે તેવા કાર્યો, નીતિઓ, પ્રવૃત્તિઓ અને જોડાણો થકી તેમનું સશક્તિકરણ અને પુનર્વસન થાય એવા પ્રયાસો આ ગૃહ દ્વારા કરવામાં આવતા હોય છે. વર્ષમાં એક વાર બહેનોને પ્રવાસી સ્થળની મુલાકાતે લઇ જવામાં આવે છે તથા દરેક તહેવારોની ઉજવણી સહિત મેડીકલ કેમ્પો પણ ગૃહમાં યોજવામાં આવે છે. માનવીય સંવેદનાને વાચા આપતું ઓઢવ નારી સંરક્ષણ ગૃહ સ્ત્રી સશકિતકરણ ક્ષેત્રે રાજ્ય સરકારની કટિબદ્ધતાને ખરાં અર્થમાં ઉજાગર કરે છે.

Related posts

અમદાવાદમાં સાણંદ પાસેની એક ફાર્મા કંપની ડ્રગ્સ કાંડની શંકા મામલે તપાસ તેજ

Ahmedabad Samay

ખાનગી લેબોરેટરીમાં હવે ૨૫૦૦રૂ.માં થશે કોરોના ટેસ્ટ

Ahmedabad Samay

ભાવેણા ન્યૂઝના તંત્રી શ્રી મહિપતસિંહજી જાડેજા ને જન્મદિવસની ખુબ શુભેચ્છા…

Ahmedabad Samay

અસારવાના પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપુત દ્વારા ધૈર્યરાજસિંહ ને બચાવવા જુમબેશ ચલાવી

Ahmedabad Samay

રાજસ્થાની ગીત “રાજ બન્ના સા”એ સોસિયલ મીડિયામાં મચાવી ધૂમ, ૩ જ દિવસમાં બન્યું લોકપ્રિય

Ahmedabad Samay

ગાંધીનગર: રાજ્યની શાળાઓમાં ધો.1થી 8 સુધી ગુજરાતી ફરજિયાત, અમિત ચાવડાએ કહ્યું- વિદ્યાર્થીઓ માટે જ નહીં, સરકારી બાબૂઓ પણ…

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો