ઋષભ પંતના ફેન્સ માટે મોટા સમાચાર છે. પંત અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યો છે. બની શકે કે, તે ટીમ ઈન્ડિયામાં પાછો ફરી શકે છે. ભારત વિકેટક કીપર બેટ્સમેને નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ગયા મહિને માહિતી આપી હતી કે રિષભ પંતે તેની બેટિંગ પ્રેક્ટિસ ફરી શરૂ કરી છે. આ સમાચારથી ભારતીય ક્રિકેટ જગતમાં ખુશીનો માહોલ છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં તેના ભયાનક કાર અકસ્માત પછી આ પ્રથમ વખત છે જ્યારે પંતની બેટિંગને લઈને સકારાત્મક સમાચાર આવ્યા છે.
30 ડિસેમ્બરે, પંતની કારને દિલ્હી-દેહરાદૂન હાઈવે પર અકસ્માત થયો હતો, જેમાં વિકેટ-કીપર ગંભીર રીતે ઘવાયો હતો. જેમાં ઘણી ગંભીર ઇજાઓ થઇ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર પંત હવે નેટ પ્રેક્ટિસ કરી રહ્યો છે. જેમાં 140 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલનો સામનો કરી રહ્યો છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ ચાહકોએ તરત જ તેના પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું.
જો પંત વર્લ્ડ કપ સુધી ફિટ થશે, તો તે કરિશ્માથી ઓછું નહીં હોય. પંત જે રીતે ઈજાગ્રસ્ત થયો હતો તે જોઈને એવું કહેવામાં આવી રહ્યું હતું. કે કદાચ વિકેટ કીપર બેટ્સમેન ક્યારેય જૂની શૈલીમાં નહીં રમી શકે. જો કે, તેને પ્રેક્ટિસ પણ શરુ કરી દીધી છે. બની શકે છે કે તે જલદી ટીમમાં પાછો ફરે.