અમદાવાદમાંથી 1.77 કરોડની લૂંટની ઘટના સામે આવી છે. જેમાં મેઘાણીનગરમાં એર કાર્ગો પાસે કુરિયર કંપનીના કર્મચારીને ઢોરમાર મારી 1.77 કરોડની લૂંટને અંજામ આપીને લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા. હાલ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
30મીં ડિસેમ્બરે રાજકોટથી એક સોનાના દાગીનાથી ભરેલું પાર્સલ આવ્યું હતું. જેને દિલ્હી મોકલવા માટે તેઓ રાત્રે અઢી વાગ્યાની આસપાસ એર કાર્ગો તરફ જઈ રહ્યાં હતા. આ દરમિયાન ત્રણ અજાણ્યા ઈસમોએ તેમના પર હુમલો કરીને થેલો લૂંટીને ફરાર થઈ ગયા હતા.
થેલામાં રહેલા 34 લાખના દાગીના સહિત કુલ 1.77 કરોડના મુદ્દામાલની લૂંટ થઈ હતી. હાલ પોલીસે ફરિયાદ દાખલ કરીને ફરાર થઈ ગયા હતા, આ અંગે મેઘાણીનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.