કોરોનાકાળમાં કોરોના થી મૃત્યુ પામેલા લોકોને તેમના પરિવાર જનોને તેમના અંતિમ દર્શન પણ દુર્લભ થઇ ગયા હતા એવું કળયુગ સમાન સમય આવી ગયો હતો કે પોતાના સાથે વર્ષો વર્ષ વિતાવેલા પરિવાર જનને તેના અંતિમ સમયે જોઈએ પણ ન શકાય, અને તેમને હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે અંતિમયાત્રા, અંતિમસંસ્કાર કે અગ્નિદાન પણ કરી ન શક્યા હતા.
એવા સમયે લીલાનગર સ્મશાનમાં પપ્પુ તિવારી અને તેમના મિત્રો દ્વારા પોતાની પરવાહ કર્યા વગર કોરોના કાળમાં આપણી હિન્દૂ સંસ્કૃતિ ને બચાવવા માટે ૨૦૦ થી વધુ કોરોના થી મૃત્યુ પામેલા લોકોને હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું હતું અને હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે અંતિમ સંસ્કાર ની વિધિ કરવામાં આવતી હતી. પપ્પુ તિવારી અને તેમના મિત્રો દ્વારા હિન્દૂ સંસ્કૃતિ ને બચાવવા માટે આ અનોખો અને કાબિલેતારીફ કાર્ય કરવામાં આવ્યું હતું
અમારા સમાચાર ને લાઈક અને શેર કરો