January 20, 2025
ગુજરાત

EDના નકલી ઓફિસર બનીને છેતરપિંડ કરનારના 7 દિવસના રીમાન્ડ કોર્ટે કર્યા મંજૂર

અમદાવાદમાં ઈડીનો નકલી ઓફિસર બનીને ફરતો આરોપી ફરીયાદ બાદ ઝડપાયો હતો. આ મામલે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા તેના 7 દિવસના રીમાન્ડ મંજૂર કરાયા છે. આ દરમિયાન પોલીસ દ્વારા 1.5 કરોડની છેતરપિંડી સિવાય અન્ય કોઈની સાથે છેતરપિંડી આચરી છે કે કેમ તે મામલે પણ પૂછપરછ કરવામાં આવશે.

ઓમવીરસિંહ નામના આરોપીના રીમાન્ડ 7 દિવસ જેટલા મંજૂર કરાયા છે. આ ઉપરાંત પોલીસ દ્વારા બેન્ક ખાતામાંથી 60 લાખ સિઝ કરાયા છે. ઈડીના અધિકારીની ઓળખ આપીને 1.5 કરોડની છેતરપિંડી વેપારી સાથે કરી હતી. આ મામલે ઓમવીરસિંહના પૂર્ણ થયા બાદ તેને કોર્ટમાં રજૂ કરાશે.

નકલી ઈડી ઓફિસર બનીને ફરીયાદી પાસેથી અન્ય કામ કરવા માટે આ રકમ લીધી હતી. લોકોને સરકારના કામ કઢાવી આપવા અને ટેન્ડર અપાવવાના બહાને રુપિયા પડાવતો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાનો ભાંડો વેપારી પાસેથી છેતરપિંડી કર્યા બાદ ફૂટ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ઓમવીરસિંહે ત્રણ માસ મહિના પહેલા ચિટીંગ કર્યાનો ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે. વેપારી પાસેથી 1.5 કરોડની છેતરપિંડી આચરી હતી.  ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાતા 7 દિવસના રીમાન્ડ માગવામાં આવતા 7 દિવસના રીમાન્ડ મંજૂર કરાયા છે.

Related posts

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં બની ફાયરીંગની ઘટના, SOG દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

લગ્નની જાન લઇને આવતા જાનૈયાઓને અટકાવાતા જાનૈયાઓએ વેજલપુર પોલીસ ઉપર હૂમલો કર્યો

Ahmedabad Samay

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસને 31મે 2021 સુધી રદ કરાઈ છે 

Ahmedabad Samay

અમદાવાદ શહેરના હોમગાર્ડના કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત અને અશોક પટેલે કોરોના થી બચવા માટે આપી સૂચનો

Ahmedabad Samay

સ્માર્ટ સિટી ગાંધીનગરમાં રસ્તાપર ચાલતા લોકો માટે વિદેશ જેવી સુવિધા ઉપલબ્ધ કરાશે

Ahmedabad Samay

જન સંધર્ષ વિરાટ પાર્ટી દ્વારા રેખા પાંડેની પસંદગી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો