March 2, 2024
જીવનશૈલી

અંગ દાન મહા દાન: રાજકોટ કલેકટરની અધ્યક્ષતામાં ૧૫૦ લોકોએ કર્યો અંગ દાનનો સંકલ્પ

વ્યક્તિના મૃત શરીરમાં રહેલા અંગો બીમાર કે નિ:સહાય વ્યક્તિને મદદરૂપ બની શકે છે. આથી, દર વર્ષે વિશ્વભરમાં અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર ૧૩ ઓગસ્ટને ‘વિશ્વ અંગદાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જે નિમિત્તે રાજકોટ શહેરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સરકારી હોસ્પિટલ અને ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ૧૫૦ લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો હતો. કલેકટરશ્રી પ્રભવ જોશીએ અંગદાન જાગૃતિ માટે શપથ લેવાની સાથેસાથે તબીબી અધિક્ષકશ્રી ડો. આર. એસ. ત્રિવેદીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને અંગદાન માટે આવશ્યક સુવિધા તેમજ જરૂરિયાત મુજબ દવા, ઇન્જેક્શન, ઓપરેશન માટે સાધન-સામગ્રી ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી. આ તકે પી.ડી.યુ. કોલેજનાં ડીનશ્રી ડો. એમ. જે. સામાણી, ડો. મહેન્દ્ર ચાવડા, ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા, ₹ ડો. તેજસ કરમટા, શ્રી મિત્તલ ખેતાણી, શ્રી નિતીનભાઈ ઘાટલીયા, શ્રી વિક્રમભાઈ જૈન, શ્રી ભાવનાબેન મંડલિ, શ્રી હર્ષિતભાઈ કાવર, શ્રી ભાવેશભાઈ ઝીંઝુવાડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં, તેમ તબીબી અધિક્ષકશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

મસાલેદાર આમળાની ચટણી બદલાતી ઋતુમાં શરીરને રાખશે સ્વસ્થ, આ રીતે અજમાવો

Ahmedabad Samay

મોડી રાત સુધી જાગવું માનસિક સ્વાસ્થ્ય માટે છે ખતરનાક, જો વહેલા ઊંઘશો તો થશે આ 5 ફાયદા

Ahmedabad Samay

જો તમે H3N2 વાયરસથી બચવા માંગતા હોવ તો તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો

Ahmedabad Samay

પરીક્ષા હોય કે ઈન્ટરવ્યુ, ઘરની બહાર નીકળતી વખતે કેમ ખવડાવવામાં આવે છે દહીં-સાકર, આ છે મોટું કારણ

Ahmedabad Samay

Stomach Pain: પેટમાં તીવ્ર દુખાવો વારંવાર થાય છે? આ 4 વસ્તુઓની મદદથી સમસ્યા દૂર કરો

Ahmedabad Samay

વાંચન ની આદત થી અદ્દભૂત ફાયદા, (પ્રવક્તા અને લેખક: વિજય કોતાપકર)

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો