તૌકતે એ માનવ જીવન તો અસ્થ વ્યસથ કરી નાખ્યું સાથે સાથે અબોલ જીવનો પણ ભોગ લેતો ગયો હતો ,
વાવાઝોડાએ ચારે તરફ નુકશાન કરી નાખ્યું હતું તેવામાં અબોલ પક્ષીઓ પણ મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યા હતા અને ઘણા બધા પક્ષીઓ ઘવાયા હતા.
આમતો ઉત્તરાયણ નિમિતે ઘણી બધી સંસ્થાઓ પક્ષી બચાવો આંદોલન ચલાવતી હોય છે પરંતુ આ ચક્રવાત માં કોઈ પણ પક્ષીઓ પર ધ્યાનજ નહિ આપ્યું. આવામાં શાહપુર પાંજરાપોળએ રહેતા નાનકડા બાળકે માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપતું કામ કર્યું છે, મિત વામનરાવ ગાયકવાડે વાવાઝોડામાં તેમની આસપાસના વિસ્તારમાં ઘવાયેલા પક્ષીઓને પોતાના ઘરે સહારો આપી તેમની સેવા કરી સાજા થયા બાદ બીજા દિવસે પક્ષીઓને ખુલ્લા મૂક્યા અને જે પક્ષીઓ મૃત્યુ પામ્યા તેમનું અંતિમ સંસ્કાર કરી અદભુત કાર્ય કર્યું છે.
અમદાવાદ સમય સમાચારપત્ર મિત ગાયકવાડની આ સુંદર કામગીરી કરવા બદલ આભાર વ્યક્ત કરે છે.