પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળતા જગદીશ વિશ્વકર્મા કરશે સાત દિવસનો ગુજરાત પ્રવાસ. ૧૦ ઓક્ટોબરથી ૧૭ ઓક્ટોબર વચ્ચે જગદીશ વિશ્વકર્મા ગુજરાત પ્રવાસ કરીને ૬ જેટલા મહાસંમેલનોમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે. પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળતા જગદીશ વિશ્વકર્મા કરશે સાત દિવસનો ગુજરાત પ્રવાસ..પ્રવાસનો પ્રારંભ અને પ્રથમ દિવસનો કાર્યક્રમ.
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે સવારે અંબાજી માતાજીનાં મંદિરે દર્શન કરીને તેમના આ સંગઠન પ્રવાસની શુભ શરૂઆત કરી છે.
અંબાજીમાં દર્શન બાદ, તેઓ પાલનપુર ખાતે આયોજિત કાર્યકર્તા મહાસંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ, પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લાના આગેવાનો સાથે ભોજન લઈને સિદ્ધપુર જવા રવાના થશે. સિદ્ધપુર, મહેસાણાથી કલોલ સુધીની યાત્રા દરમિયાન આવતા અનેક ગામોમાં તેઓ કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલશે. મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે ઉમિયા માતાજીના મંદિરે દર્શન કરશે. અંતે, ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે બજારની દુકાનોમાં GSTમાં રાહતને અનુલક્ષીને સ્ટિકર ચોંટાડવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
