અમદાવાદમાં ગઈકાલે ઝરમર વરસાદ જોવા મળ્યો હતો ત્યારે આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
રાજ્યમાં ફરી એકવાર વરસાદી હળવા ઝાપટા કેટલાક વિસ્તારોમાં ગઈકાલે પડ્યા હતા ત્યારે આજે પણ અમદાવાદ સહીતના વિવિધ રીજન અને જિલ્લાઓમાં વરસાદી માહોલટ જામશે. 24 કલાકમાં વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ગઈકાલે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહીત રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદી ઝાપટા પડ્યા હતા. ત્યારે આજે પણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ સહીતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે. પંચમહાલ, દાહોદમાં પણ વરસાદી મોહોલ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવો વરસાદ જોવા મળશે.
અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવતા ખેડૂતોમાં ખુશી છે. જો કે, શરુઆતમાં વરસાદ પડ્યા બાદ ઓગસ્ટમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના પાકને નુકસાન પહોંચી શકે છે. આ સપ્તાહમાં જો સારો એવો વરસાદ પડે છે તો ખેડૂતોની ખુશી બમણી થશે. ચોમાસું સિઝનનમાં વિવિધ પાકોની વાવણી કપાસ, જાર, એરંડા સહીતની કરવામાં આવી છે ત્યારે વરસાદની રાહ ખેડૂતો દ્વારા જોવા રહી છે.