June 13, 2024
ગુજરાત

ગુજરાતની આઇડલ કહેવા લાયક મહિલા પોલીસ એટલે એમ.કે.પટેલ.

આમ તો ગુજરાતમાં ઘણા બધા મહિલા પોલીસ છે અને ઘણા ખરા એવા પણ છે કે નામ પણ કમાવ્યું હશે. પણ એમ.કે.પટેલ એટલા માટે ખાસ છે કે તેવો પ્રજાના ચહેતા છે અને એમ કોન્સ્ટેબલ થી પી.એસ.આઇ સુધીની જે મુસાફરી છે એ કાબિલે તારીફ છે, તેવો જ્યાં પણ જાય છે ત્યાં પોતાની એક આગવી છાપ ઉભી કરી જાય છે.          ગુનેગાર જો એક વાર તેમના રડારમાં આવી ગયો તો તેની ખેર નહિ અને જો કોઈ બે ગુનેહગાર હોય તો તેના માટે મસીહા બની સમાન છે. તેમની ફરજ સામે કે નોકરી સમયે તમામ વ્યક્તિને સમાન નજરે જોવે છે તેમાં કોઈ ભેદભાવ નહિ,
તેમની મેઘાણીનગર પોસ્ટિંગનો હાલનોજ એક કિસ્સો એવો સામે આવ્યો હતો કે તેવો નાઇટ ડ્યુટીમાં ફરજ બજાવતા હતા અને રામેશ્વર ચાર રસ્તા પાસે ઉભા હતા તો એક બાઇક ચાલક રામેશ્વર ચાર રસ્તા ના સામે જ રહેતો હતો પણ સાહેબને જોઈ નાઇટ કરફ્યુમાં નીકળ્યો હોવાથી ૦૬ કી. મી. પાછો વળી બીજા રસ્તે ઘરે ગયો હતો, આવા લેખ પણ મેઘાણીનગરની જનતાના ની ડિમાન્ડ પર તેમના વિશે થોડી ઘણી વાતો શેર કરાઇ છે. તો આવો આપણે જણાવીએ એ કાબીલ પોલીસ દમદાર પોલીસ એમ.કે.પટેલ વિશે.

શિક્ષણ થી પોલીસમાં ભરતી થયા ત્યાં સુધીનો સફર

પટેલ સાહેબે હાલ ૪૫-૪૬ વર્ષના હશે એટલે આપ સમજી શકતા હશો કે તેમની સૌથી મોટી મુશ્કેલી તો એજ હતી કે તે સમયે એક છોકરી ને પોલીસમાં ભરતી થવી એ પણ પટેલની દીકરી સૌથી મોટી વાત તો એજ હતી. તેમના પિતા રિક્ષાચાલક હતા, દિકરી પોલીસમાં જાય તે પસંદ નહતું પણ માતાના મદદથી જેમ તેમ કરી પ્રેક્ટિસ કરતા, એમ પણ કહેવાય છે ને જેને કઇ કરવાનું ઠાની લીધું હોય પછી એને કોઇ તુફાન પણ ન રોકી શકે.

પોલીસમાં ભરતી થવાનું સ્વપ્નું તો હતું જ અને ખાખી પહેરવાનું સ્વપ્નું તો કોલેજ સમયે જ NCC માં ભાગ લઇ પુર્ણ કરી લીધો હતો. તેમણે ૧૯૯૫માં NCC રાઇફલ શૂટિંગમાં નેશનલ લેવલ રમી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો બીજું નેલીન જી.બી.મુલનકર કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ હાસિલ કર્યો હતો,

ત્યારબાદ પોલીસ ભરતી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી અને પટેલ સાહેબ ૧૯૯૭ માં.પોલીસ ભરતીમાં પાસ પણ થઇ ગયા અને કોલ લેટર પણ આવી ગયો પરંતુ તેમના પિતાને તે પસંદ નહતું અને એટલે કોલ લેટર ફાડી નાખ્યું જો એ દિવસે એ લોક લેટરના ફાટ્યું હોત તો આજે તેવો પી.આઇ. તો હોત જ, ત્યાર બાદ જ્યારે બીજી ભરતી પડવાની હતી અને તે ભરતીમાં તેમની તુફાની છોકરી ભરતીમાં જવાની છે ભણક લાગતા તમામ ડોક્યુમેન્ટ છુપાવી દીધા હતા અને ભરતીના એક અઠવાડિયા બાદ બોલાવી તેમન સોપી દીધા હતા અને થોડા સમય બાદ તેમના લગ્ન કરાવી દીધા,

લગ્ન બાદ પણ પટેલ સાહેબને પોલીસની નોકરી ઉપર નજરતો હતીજ, પટેલ સાહેબે તેમના પતિને મસ્કાપોલીસ મારી હિમત કરી પતિ ને પોતાના સ્વપ્ન વિશે જણાવ્યું અને જેકપોટ લાગી ગયું તેમને પોલીસની નોકરી માટે હા કહી દીધું,

પતિએ તો પરવાનગી આપી દીધી પરંતુ મોટી મુશ્કેલી એ હતી કે ઘરપણ સાચવવાનું અને પ્રેક્ટિસ પણ કરવી બાળકોને સાચવવાના પરંતુ કહેવાય છે ને “જહા ચા વહા રાહ” જ્યારે પ્રેક્ટિસ માટે જતા ત્યારે કે સ્ટડી કરતા તે સમયે તેમના સસરા તેમના બાળકોને સાચવીને મદદ કરતા હતા , સવારે ઘરનું કામ કરતા અને બપોરના સમયે આરામ કરવાના બદલે તે સમયનો સદઉપયોગ કરી ખરા તડકામાં બે કલાક સતત પ્રેક્ટિસ કરતા હતા અને જ્યારે ભરતી આવી ત્યારે તેમાં ભાગ લઇ તેવો તમામ પરીક્ષા પાસ કરી ૨૦૦૧ માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થઇ ગયા અને આ ભરતીમાં મહિલા કેડરમાં પણ ઝંડો ગાડી દીધો હતો તેવો મહિલા કેડરમાં પ્રથમ આવ્યા હતા. પહેલી પોસ્ટિંગ ભરૂચમાં થઇ હતી ત્યાર બાદ અમદાવાદમાં આવ્યા, અમદાવાદમાં આવી ૨૦૧૮માં PSI તરીકે બઢતી મળી હતી અને હાલ મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે,

પોલીસ ભરતી બાદ એક અલગ ઓળખાણ બનાવી

ભરતી બાદ તેમની પહેલી પોસ્ટિંગ ભરૂચમાં અપાઇ હતી. પોલીસમાં ભરતી બાદ તેમનો એક અલગજ અંદાજ જોવા મળ્યો હતો, તેવો એ તિરુપતિ બાલાજીમાં વાળ દાનમાં આપ્યા બાદ તેવો બોયકટ હેરસ્ટાઇલ રાખવા લાગ્યા અને ત્યારથી જ તે તેમની ઓળખાણ બની ગઇ હતી.

જીવનનો યાદગાર કિસ્સો

પોસ્ટિંગ દરમિયાન એક વાળ કાપવાની દુકાને ખુલ્લા બજારમાં ઈંગ્લીશ દારૂનું વેચાણ ચાલતું હતું પરંતુ તેને રંગે હાથે પકડવો હતો અને ત્યાં મુસ્લિમ વસ્તી હોવાના કારણે તેને સ્પોર્ટ ખૂબ હતો તેના સુધી પહોંચવું મુશ્કેલ હતું પરંતુ તેને પકડવા માટે યુક્તિ લગાવી બુરખો પહેરીને તેવો બજારમાં ગયા અને કોઇને ખબરન પડે તે રીતે અડ્ડા પર પહોંચી ગયા અને રંગે હાથે દરોડા પડ્યા હતા.
બીજું કિસ્સો : જયારે તેમણે માહિતી મળી કે એક ગાડીના અંદર અબોલ પ્રાણીઓને કતલ ખાના લઇ જવાય રહ્યા છે તે સમયે માહિતી મળતાજ તેવો અન્ય પોલીસ કર્મીઓને જાણ કરી અને પહોંચવા કીધું અને ત્યાં સુધી એકલા એ ૬૦ થી ૭૦ની સ્પીડે વાહન ચલાવી ફિલ્મી ઢબે તે ગાડીનો પીછો કરી ને પકડી પાડી અને અબોલ જીવોનો જીવ બચાવ્યો હતો.

પોલીસમાં ભરતી થવાનું હેતુ

પિતા રિક્ષાચાલક હતા તેમના જોડે ક્યારે પણ જતા ત્યારે કોઈ પોલીસ વાળો રોકતા પૂછપરછ કરતા ક્યારે સારો અનુભવ થતો તો ક્યારે કડવો અનુભવ થતો, તે સમયે મહિલા પોલીસની પણ કમી ના કારણે મહિલા ભોગ બનનારા ઓ મદદ માંગતા હચકાતા હતા અને પોલીસનો રૂઆબ જોઈને નાન પણ થી જ વિચારી લીધું હતું કે નોકરી કરવી તો આવીજ કરવી.

પોસ્ટિંગ દરમ્યાન ફકર થાય તેવો પળ

જ્યારે તેવો જમુસર માં પોસ્ટિંગ હતા તે દરમ્યાન તમને પ્રજામાં કામ કરી એટલા ચહેતા થઇ ગયા હતા કે જમુસર થી ભરૂચ પોસ્ટિંગ આવી તો SDM સાહેબને ત્યાંના લોકોએ અરજી કરી હતી કે તેમની બદલી ત્યાંથી ન કરવામાં આવે અને ત્યાંજ રાખવામાં આવે.

અત્યાર સુધીના કાર્યભારમાં કેટલી પોસ્ટિંગ થઇ

ભરતી થયા બાદ તેમના સ્ટ્રેટ ફોરવર્ડ વલણ ના લીધે ૫-૬ વાર પોસ્ટિંગ થઇ ચુકી છે.

યુવતીઓ માટે સંદેશ

ગમે તેવી મુશ્કેલી આવે પણ તેનો સામનો કરવો અને પોલીસ ભરતી માટે નો જે લક્ષ્ય હોય તે લક્ષ્ય સુધી પહોંચવાનો પુરે પૂરો પ્રયત્ન કરવો, પોલીસમાં ભરતી થવાનું જેથી અન્ય કોઈ મહિલા પોલીસ સ્ટેશમાં એક મહિલા પોલીસને જોઈને ન્યાય મેળવવા માટે ગભરાય નહિ મદદ માંગી શકે.

જો એમ.કે.પટેલ જેવા દરેક પોલીસ વાળા બની જાય તો આ દેશનો ચહેરોજ કંઇક અલગ હોત અમદાવાદ સમય સમાચારપત્ર આશા કરે છે કે પટેલ સાહેબને તેમના સ્ટ્રેટ ફોરવર્ડ કામ ગીરી બદલ મુશ્કેલીઓ ન પડે, તેમની કામ પ્રેતેયની વફાદારીને સલામ કરે છે જય હિન્દ….

Related posts

અમદાવાદ: વાળીનાથ ચોક પાસે 4 દિવસ પહેલા પડેલા ભૂવાએ તંત્રની પોલ ખોલી, સમારકામ ન થતા વાહનચાલકોને હાલાકી

Ahmedabad Samay

લોકડાઉનની અસરથી થયેલા બેરોજગારો માટે કુબેરનગરમાં અનાજની કીટ વિતરણ કરાયું

Ahmedabad Samay

૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિને અને ૩ ટર્મથી વધુ વાર ચૂંટાયા હશે તે લોકોને ટિકિટ નહીં : સી.આર. પાટીલ

Ahmedabad Samay

કાલથી સમગ્ર ગુજરાત રાજયમાં ધો.૧૦-૧૨ ની પરીક્ષાનો પ્રારંભ

Ahmedabad Samay

અમદાવાદમાં ઓમિક્રોનના કુલ 7 કેસ નોંધાયા

Ahmedabad Samay

અમદાવાદ શહેર અને જિલ્લામાંથી એકમાત્ર નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન તરીકે સ્થાન આપવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો