February 9, 2025
ગુજરાત

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી તેમજ સમાજ સુરક્ષા અધિકારી, દાહોદની ટીમ દ્વારા તાત્કાલિક લગ્ન સ્થળ પર પહોંચી બાળ લગ્નને અટકાવ્યાં હતાં.

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના સાદરા ગામે સગીર બાળકોના બાળ લગ્ન થતાં હોવાની માહિતી મળતાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી તેમજ સમાજ સુરક્ષા અધિકારી, દાહોદની ટીમ દ્વારા તાત્કાલિક લગ્ન સ્થળ પર પહોંચી બાળ લગ્નને અટકાવ્યાં હતાં.

બાળ લગ્ન કરવા કે કરાવવા એ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ મુજબ કાયદેસર નો ગુનો છે. હમણાં દાહોદ જિલ્લામાં બાળ લગ્ન થયેલ બાળકોના લગ્ન અટકાવવામાં આવેલ ત્યાં તો ફરી બાળ લગ્નની માહિતી એક જાગૃત નાગરીક દ્વારા ચાઇલ્ડ લાઈન ૧૦૯૮ માં આપવામાં આવી હતી. દેવગઢ બારીઆ તાલુકાના સાદરા ગામમાં સગીર બાળકના લગ્ન તેનાં પિતા અને કુટુંબી જનો દ્વારા અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે તેવી માહિતી મળતાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ સમાજ સુરક્ષા અધિકારી દાહોદ દ્વારા તાત્કાલિક સાગટાળા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સાગટાળા પો. સ્ટે. નાં પી. એસ.આઇ. જે.બી.તડવી એ પરિસ્થિતનું સંજ્ઞાન લઈ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીઓ અને કર્મચારીઓ તથા પોલીસની ટીમ મોકલી બાળ લગ્ન અટકાવવા ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. નોંધનીય છે કે ઉકત બાળ લગ્નમાં બાળકની ઉંમર આશરે ૧૪વર્ષ છે બાળકના વાલીનું નિવેદન લઈ અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા.

Related posts

કરાઓકે દ્વારા ઓપન ગુજરાત કરાઓકે સુપરસ્ટાર સ્પર્ધા યોજી

Ahmedabad Samay

હિન્દુ ધર્મની અને હિન્દુઓ પોતાની રક્ષા કરી શકે તે માટે મફત સેવા

Ahmedabad Samay

જસદણ ખાતે આયોજિત એક સભામાં પુરષોતમ રૂપાલાએ ફરી માફી માંગી

Ahmedabad Samay

ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને અધિકાર નથી : રાજેન્દ્ર ત્રિવેદી

Ahmedabad Samay

કુબેરનગર કોર્પોરેશનમાં પાણીની પાઇપ ફાટતા પીવાના પાણી સમસ્યા સર્જાઈ

Ahmedabad Samay

લોકડાઉન હીરો: દદુ સેવા ટ્રસ્ટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો