અમદાવાદ શહેરમાં રાયખડ વિસ્તારમાં આવેલ શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ ઘણા વર્ષોથી મંદિરમાં શ્રાવણ માસમાં અમાસના દિવસે વિશેષ પૂજા, નૈવેદ્ય તથા મહાપ્રસાદ ભંડારાનું આયોજનું આયોજન કરવામાં આવ્યું હતું
આ વર્ષે ભારત સરકાર દ્વારા સૂચિત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે તથા “ગુજરાત રાજ્ય સંગીત અને નાટક અકાદમી ગુજરાત સરકાર” ના આર્થિક સહયોગથી શ્રાવણ મહોત્સવ-૨૦૨૩નું ભવ્ય આયોજન તા. ૧૦-૦૯-૨૦૨૩, રવિવારના રોજ સ્વ. શ્રી શ્યામપ્રસાદ વસાવડા કોમ્યુનિટી હૉલ, ખોખરા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં ચિત્રકલા, રામાયણ પ્રશ્નોત્તરી સ્પર્ધા, ગીત-સંગીત, નૃત્ય અને લોકનૃત્ય જેવા વિવધ કાર્યક્રમોને આવરી લેવામાં આવ્યા. આ આયોજનનો ઉદ્દેશ્ય સમાજના અલગ અલગ વયજૂથના લોકોમાં રહેલી પ્રતિભાઓને મંચ પૂરું પાડવાનો હતો .
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કાર્યક્રમ સ્થળના વિધાનસભા ક્ષેત્ર મણિનગરના ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ, તથા સ્થાનિક કોર્પોરેટર શ્રીમતી શિવાનીબેન જનઈકર, જયંતભાઈ રાવલ, તથા … એ હાજરી આપી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમનું ઝીણવટભર્યુ આયોજન અને સંચાલન મંદિરના ટ્રસ્ટીશ્રીઓ, પંચના સભ્યો, યુવા સમિતિના કાર્યકર્તાઓ, મહિલા સમિતિના કાર્યકર્તાઓ તથા સ્વયંસેવકોના સંકલન દ્વારા કાર્યાન્વિત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમોના મધ્ય ભાગમાં વિવિધ સ્પર્ધામાં ભાગ લીધેલ વિજેતાઓને પારિતોષિક આપવામાં આવ્યા હતાં. તથા શૈક્ષણિક પરીક્ષામાં સારા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા. ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકો મહાપ્રસાદ ભોજન લઈને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યું હતું.