રાજ્ય સરકારે અન્ય રાજ્યમાં ફસાયેલા અને અન્ય રાજ્યના ફસાયેલા લોકોને પોતાના રાજયમાં મોકલવા માટે અધિકારીઓની ટીમ બનાવી છે અને જે તે રાજયની સરકાર સાથે એકમતી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજયના શ્રમીકો માટે જાણ કરવા હેલ્પલાઇન ૧૦૭૭ છે. તેના પર ગુજરાતમાં બહાર જવા જાણ કરે રેલ્વે દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તેની ટીકીટ જે તે શ્રમીકે કરવાની રહેશે.અન્ય રાજ્યમાં ફસાયેલા ગુજરાતીઓ પરત આવવા માંગતા હોય તો ૦૭૯૨૩૨૫૧૯૦૦ પર કોલ કરે.
રાજયના દરેક જીલ્લામાં પરપ્રાંતીય શ્રમીકોને મોકલવાની વ્યવસ્થા કલેકટર દ્વારા કરવામાં આવી રહી છે. એક ટ્રેન સુરતથી રવાના થઇ છે બીજી ટ્રેન સુરતથી યુપી માટે રવાના થશે.